આપણો ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે , અહી મોટાભાગના લોકો આજે પણ ખેતી સાથે જોડાયેલા હોય છે.એટલું જ નહિ તમે ખેતી ન કરતા હોય તોપણ ભારતમાં ખેતી કઈ રીતે કરવામાં આવે છે? કઈ પદ્ધતિથી કરવામાં આવે છે તે અંગે જાણ તો હશે જ પરંતુ શું તમે એ જાણો છો કે વિદેશમાં ખેતી કઈ રીતે કરવામાં આવતી હોય છે?
આજના યુગમાં વિદેશી ખાદ્યપદાર્થો ખાવાનો ક્રેઝ ખૂબ જ વધી રહ્યો છે, ઘણી શાકભાજી,ઘણા પાક એવા છે જે વિદેશથી ભારતમાં આવે છે. આ શાકભાજીને જોતા ક્યારેક ને ક્યારેક તો તમને પણ થયું જ હશે કે વિદેશમાં ખેતી કેવી રીતે કરવામાં આવતી હશે? શું ત્યાં પણ આ જ પિયત પદ્ધતિ અને સિંચાઇ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હશે? શું ત્યાં પણ આ જ રીતે પાક વાવવામાં આવતો હશે?
જો તમને પણ મનમાં આ સવાલો થતા હોય તો આજનો આ લેખ તમારા માટે છે કારણ કે આજના લેખમાં અમે ઇઝરાયેલની ખેતી અંગે વાત કરવાના છીએ ઇઝરાયેલ કૃષિ ક્ષેત્રે એટલો સમૃદ્ધ દેશ છે કે અનેક દેશોમાંથી યુવાનો અહી આવી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે તેમજ અહીંના ખેતરોમાં પાક વાવતા અને તેનો ઉછેર કરતા શીખે છે. સાથે જ આપણા ભારતમાંથી કેટલાક લોકો પણ ઇઝરાયેલમાં ખેતકામ કરવા જાય છે. જણાવી દઇએ કે અહી ખેત કામના મહિને ૩૦૦૦થી ૪૦૦૦ હજાર રૂપિયા આપવામાં આવે છે.
હવે વાત કરીએ ખેતી પદ્ધતિ અંગે તો અહી અમુક છોડ જેવા કે કોબીજ અને તેના જેવા અન્ય છોડ ખેતરમાં કામ કરનાર લોકોને એક બાસ્કેટમાં આપી દેવામાં આવે છે. જે બાદ ખેતરમાં ખોદકામ કરવાનું તેમજ બીજો વ્યક્તિ તે ખાડામાં છોડ રોપવાનું કામ કરતો હોય છે.અહી ખેતીકામ ૬ વાગ્યાથી શરૂ થતું હોય છે, જે બાદ ૧૧ વાગ્યે જમવા માટે સમય આપવામાં આવતો હોય છે.