Cli
again indian parlament introuble

ફરી એક વાર 22 વર્ષ જૂની ભૂલ પુનરાવર્તિત થતી રહી ગઈ! | કઈ રીતે 2 લોકો સંસદમાં ઘૂસ્યા?

Breaking

પહેલીવાર ભૂલ થાય તો તે ભૂલ કહેવાય તેની અવગણના કરી શકાય પરંતુ બીજી વાર થતી ભૂલને ભૂલ નહિ બેદરકારી કહેવાય જેની માફી નથી હોતી. ગુજરાતીનું આ વાક્ય તો તમે ઘણીવાર સાંભળ્યું જ હશે. કોઈ વ્યક્તિ એકવાર ભૂલ કરે તો તને માફ કરી શકાય છે તેની અવગણના કરી શકાય છે પરંતુ જો તે વ્યક્તિથી એકની એક ભૂલ વારંવાર થાય તો તેના પર અનેક સવાલો ઉઠાવવામાં આવે છે એ તો તમે જાણતા જ હશો. હાલમાં દેશભરમાં આ જ વાક્ય પર બંધબેસતી એક ઘટના સામે આવી છે.

એ તો તમે જાણતા જ હશો કે વર્ષ ૨૦૦૧માં ૧૩મી ડિસેમ્બરે સાંસદ ભવન પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં દિલ્હી પોલીસના કેટલાક કર્મચારીઓએ જીવ પણ ગુમાવ્યો હતો. હાલમાં ફરીવાર ગત ૧૩ ડિસેમ્બરે ફરી સંસદ ભવનમાં આ ઘટનાનું પુનરાવર્તન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે વિગતે વાત કરીએ તો ગત ૧૩ ડિસેમ્બરના રોજ સાંસદ ભવનમાં કાર્યવાહી ચાલી રહી હતી.સાંસદ સ્વગેન મુર્મુ લોકસભામાં પોતાની વાત રજૂ કરી રહ્યાં હતાં.

તે જ સમયે અચાનક બે વ્યક્તિઓ પ્રેક્ષક ગેલેરીમાંથી કૂદીને અંદર આવી ગયા હતા ખબર અનુસાર એક વ્યક્તિના બૂટમાં કોઈ સ્પ્રે હતો જેના કારણે ગૃહમાં પીળો ધુમાડો ફેલાઈ ગયો હતો અચાનક બનેલી આ ઘટનાથી સાંસદ ભવનમાં અફરાતફરી મચી ગઈ હતી લોકો ડરી ગયા હતા જેને કારણે લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી જોકે સાંસદમાં પ્રવેશેલા બે વ્યક્તિઓને તરત જ પકડી લેવામાં આવ્યા હતા મહત્વની વાત એ છે કે અમેરિકન ખાલિસ્તાની આતંકવાદી પૂનનું દ્વારા પહેલાથી જ સાંસદ ભવન પર હુમલાની ધમકી આપવામાં આવી હતી તેમ છતાં સુરક્ષામાં ચૂક શા માટે કરવામાં આવી હશે.

જણાવી દઇએ કે ૧૩ ડિસેમ્બરના રોજ ન માત્ર સાંસદની અંદર પરંતુ સાંસદની બહાર પણ હોબાળો થયો હતો. જાણકારી અનુસાર સાંસદની બહાર એક મહિલા અને પુરુષ દ્વારા સરકાર વિરુદ્ધ નારા લગાવવામાં આવી રહ્યા હતા. ખબર અનુસાર હરિયાણા ની રહેવાસી નીલમ અને અમોલ દ્વારા હાથમાં સ્મોગ ગન લઈ સાંસદ ભવનની બહાર સરમુખત્યારશાહી નહીં ચાલે. ના નારા લગાવવામાં આવ્યા હતા. જો કે પોલીસે તેમની પણ અટકાયત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *