તમે ઘણીવાર સાંભળ્યું હશે કે દુબઈ એ સોના માટે સૌથી સસ્તું શહેર છે અહીંયા સોનું પાણીના ભાવમાં મળે છે. અને જો તમે દુબઈ રહેતા હશો અથવા તમારું કોઈ સંબંધ દુબઈ રહેતું હશે તો તમે અનેક બાર દુબઈમાં સોનાની દુકાનો પણ જોઈ જશે. પરંતુ શું તમે સોનાનું સુપર માર્કેટ જોયું છે. એક એવું માર્કેટ જેમાં બિલ ની શરૂઆત જ 500 ગ્રામ સોનાની ખરીદી થાય છે. આ સુપર માર્કેટ એક એવી દુકાન છે જેમાં અલગ અલગ દેશની સોનાની વસ્તુઓ મળી રહે છે.
આ દુકાનનું નામ છે બેલ્ફે . ખાસ વાત તો એ છે કયા દુકાન એટલે કે સુપર માર્કેટની શરૂઆત કોઈ દુબઈના વ્યક્તિએ નહીં પરંતુ ગુજરાતના એક નાનકડા જિલ્લા સૌરાષ્ટ્રના એક નાનકડા ગામ વઢવાણ થી દુબઈ આવેલા એક વ્યક્તિએ કરી છે. રમેશભાઈ વોરા જેવો વઢવાણ થી દુબઈ આવ્યા અને અહીં સ્થાયી થઈને 1952 માં તેમને આ બિઝનેસની શરૂઆત કરી જે આજે સોનાના સુપર માર્કેટ તરીકે ઓળખાય છે.
સૌપ્રથમ વાત કરીએ આ સુપર માર્કેટમાં પ્રવેશવાના સિક્યોરિટીની તો અહીં ફિલ્મોમાં બતાવવામાં આવતી હાય સિક્યોરિટી જેટલી સિક્યોરિટી રાખવામાં આવી છે અહીંનો દરવાજો અંદરથી પરવાનગી મેળવ્યા વિના ખોલી શકાય તેમ નથી. વાત કરીએ અહીં મળતા સોનાની તો અહીં સોનાના દાગીનાની અલગ અલગ પ્રકારની વેરાઈટી જોવા મળે છે. રમેશભાઈના જણાવ્યા અનુસાર તેમની આ સુપર માર્કેટમાં દરેક દેશના ઘરેણા જોવા મળે છે. એટલું જ નહીં તેમની આ સુપર માર્કેટમાં અલગ અલગ દેશમાંથી લોકો ઘરેણાં ખરીદવા પણ આવે છે.
તેમના જણાવ્યા અનુસાર તેમની ફિલિપાઇન, ઓસ્ટ્રેલિયા, તજાકિસ્તાનમાં વસ્તુઓ વહેચાય છે. અહી ઓસ્ટ્રેલિયા, આફ્રિકન ઇટાલિયન વગેરે દેશની અલગ અલગ ડિઝાઇન પણ જોવા મળે છે.જોકે રમેશભાઈનું કહેવું છે કે તેમની દુકાનમાંથી 500 ગ્રામથી ઓછા નું બિલ બનાવીને વસ્તુ લઈ જઈ શકાતી નથી. એટલે કે કોઈપણ વ્યક્તિ જ્યાં દુકાનમાં ખરીદી કરવા આવે છે તેને ઓછામાં ઓછી 500 ગ્રામની વસ્તુ ખરીદવી પડે છે.
તેમને કહ્યું કે અહી ૧૮ થી ૨૪ કેરેટ સોનું મળી રહે છે. લોકો અહીથી ૫ કિલો સોનું લઈ જાય છે.રમેશ ભાઈએ જણાવ્યું કે તેમની સુપર માર્કેટમાં દર મહિને સોનાની ડિઝાઇન બદલાતી રહે છે તેમના પોતાના ડિઝાઇનર સોનાની નવી ડિઝાઇન બનાવતા રહે છે અહીંના ઘરેણા ની વાત કરીએ તો એમાં રાણીનો હાર બંગડી, વીંટી, ચેઇન વગેરે મળે છે. તેમને કહ્યું કે તેઓ ૮ દેશનું સોનું તૈયાર રાખે છે જો કોઈને પણ દુકાન શરૂ કરવી હોય તો તેમની પાસેથી તરત જ મળી શકે છે.