તમે ઢોસા તો અનેકવાર ખાધા જ હશે અને તે પણ અલગ અલગ પ્રકારના પરંતુ એ અલગ અલગ પ્રકારના ઢોંસા ખાવામાં તમારા ઓછામાં ઓછાં ૨૦૦ રૂપિયા જેટલો ખર્ચ થતો હશે ખરું ને? પરંતુ જો અમે તમને એમ કહીએ કે હવે તમારે ઢોંસા ખાવા માટે માત્ર ૨૦ રૂપિયા જ ખર્ચવા પડશે તો? નવાઈ લાગી ને. ઢોસા અને એ પણ માત્ર ૨૦ રૂપિયામાં હોય જ નહિ. કોઈને તો એમ પણ થશે કે ૨૦ રૂપિયામાં પૂરી પાણીપુરી કે ચોકલેટ નથી આવતી તો ઢોંસા શું માપવાના. સાચું ને?
પરંતુ આ વાત સાચી છે. અમદાવાદમાં આવેલ એક જગ્યા પર એક કાકા માત્ર ૨૦ રૂપિયામાં ઢોંસા ખવડાવે છે. ઠક્કર નગર, સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ જલારામ ઢોંસા નામની લારી પર તમને સ્વાદિષ્ટ અને સસ્તા ઢોંસા મળી રહે છે. જલારામ ઢોંસા ચલાવતા કાકા નું કહેવું છે કે તેઓ પાછલા ઘણા વર્ષથી આ લારી ચલાવે છે. તેમના કહેવા અનુસાર તેમને શરૂઆતમાં માત્ર ૧૫ રૂપિયામાં ઢોંસા ખવડાવવાની શરૂઆત કરી હતી અને તેપણ અમૂલ બટર સાથે. જો કે હાલમાં તેઓ ડીલીસીયસ બટર નો ઉપયોગ કરે છે.
કાકાનું કહેવું છે કે સાંજે ૫ -૬ વાગ્યાથી ગ્રાહકની ભીડ શરૂ થાય છે જે રાત્રે ૯ વાગ્યા સુધી રહે છે. તેમના જણાવ્યા અનુસાર તે દિવસના ૭૦૦-૮૦૦ ઢોંસા વહેંચે છે. ખાસ વાત એ છે કે અહી તમને મસાલા ઢોંસા અને ચટણી ઢોંસા મળે છે. અમદાવાદમાં બીજા પણ અનેક લોકો છે જે ૧૫ રૂપિયામાં પણ ઢોંસા ખવડાવે છે પરંતુ સ્વાદના મામલા માં જલારામ ઢોંસા ખૂબ જ લોકપ્રિય છે.
તો તમે જો અમદાવાદના હોય કે પછી અમદાવાદ જવાના હોય તો એકવાર જરૂર આ કાકાની મુલાકાત લેજો.
સંપર્ક : ૭૩૮૩૨૧૨૬૯૦