કહેવાય છે ને કે ખરાબ સમય આવે ત્યારે કોઈ ઓળખાણ અને કોઈ પૈસા કામ નથી લાગતા.ત્યારે માત્ર ધીરજથી કામ લેવું પડે છે બસ આવું જ કઈ થઈ રહ્યું છે હાલમાં શાહરૂખ ખાન અને ગૌરી ખાન સાથે પોતે આટલા જાણીતા અભિનેતા હોવા છતાં શાહરૂખ ખાન દીકરા આર્યનને જેલમાં જતા બચાવી ન જ શક્યા.
એટલું જ નહિ શાહરૂખ પોતાના દીકરાના જામીન પણ નથી કરવી શકતાં આર્યનની જામીન અરજી પણ કોર્ટે નામંજૂર કરી દીધી છે આવા સમયે ગૌરી ખાનની હાલત બહુ જ ખરાબ જોવા મળી રહી છે ગૌરી ખાનનો કોર્ટની બહાર ગાડીનો એક વિડિયો સામે આવ્યો હતો જેમાં તે ગાડીમાં બેસી મોઢા પર હાથ રાખી રડી રહી હતી.
આ સ્થિતિમાં પોતાની બહેને સાંભળવા હાલમાં ગૌરી ખાનના ભાઈ તેમના ઘરે પહોંચી ગયા છે હાલમાં આર્યનની હાલત વિશે વાત કરીએ તો એક ખબર પ્રમાણે ગૌરીખાને કોર્ટની સુનવણી બાદ જેલમાં ગયેલા આર્યન માટે ઘરેથી જરૂરી વસ્તુઓ પોતાના સ્ટાફ સાથે મોકલી હતી જો કે અધિકારીઓએ સ્ટાફના લોકોને અંદર આવવાની પરવાનગી આપી ન્હોતી તેમને બહારથી જ રવાના કરવામાં આવ્યા હતા.
જો કે અધિકારીઓએ જરૂરી સામાન જે જેલમાં સાથે રાખવાની પરવાનગી છે તે સ્ટાફના લોકો પાસેથી લઇ લીધો હતો તમને જણાવી દઈએ કે જેલમાં આર્યનને એક કેદીની જેમ જ રાખવામાં આવી રહ્યો છે શાહરૂખ અને ગૌરીને પણ આર્યનને મળવા માટે પરવાનગી લેવી પડે છે એટલું જ નહિ આર્યનને બાકી કેદીની જેમ જ જેલનું ખાવાનું આપવામાં આવે છે.
તેને ઘરેથી જમવાનું લાવવાની પરવાનગી નથી સાથે જ જો તેને કઈ બહારથી ખાવું હોય તો જેલની કેંટિંનમાં પૈસા ભરી મંગાવી શકાશે જો કે હાલમાં તો કોર્ટે આર્યનને ૧૪ દિવસ કસ્ટડીમાં રાખવાનો નિર્ણય લીધો છે આ સ્થિતિમાં તો બસ એ જ કહી શકાય કે જો આર્યન ખરેખર અપરાધી હોય તો તેને સજા કરવી યોગ્ય છે પરતું જો માત્ર શાહરૂખ ખાનને બરબાદ કરવા આ બધું કરવામાં આવી રહ્યું હોય તો એ દેશના કાયદા માટે શરમની વાત કહેવાય.