હાલમાં સોશિયલ મીડિયા પર એક તરફ પાકિસ્તાની સીમા હૈદર ને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે. તો બીજી મણિપુર ઘટનાને લઈને પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે મણિપુર રાજ્યમાં બે મહિલાઓને નિ!ર્વસ્ત્ર કરી જાહેરમાં પરેડ કરાવવામાં આવી જે બાદ બળજબરીપૂર્વક તેમને ખેતર તરફ લઈ જઈ એક મહિલા પર સામૂહિક કૃત્ય પણ આચરવામાં આવ્યું.હાલમાં આ ઘટનાનો વીડિયો સામે આવ્યો હતો.
જે બાદ ઘટનાના આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે એ તો તમે જાણતા જ હશો જોકે હાલમાં પોલીસ તપાસ વચ્ચે આ ઘટનાની પીડિત મહિલાઓનું એક નિવેદન સામે આવ્યું છે.ઘટનામાં પીડિત મહિલાએ ઘટનાને લઈ મીડિયા સાથે વાત કરી હતી જે બાદ સમગ્ર ઘટના અંગે માહિતી સામે આવી છે.
મીડિયા ઇન્ટરવ્યૂ દરમિયાન મહિલાએ જણાવ્યું કે તેમના ગામ પર અચાનક જ કેટલાક લોકોએ હુમલો કર્યો હતો.તેમને કેટલાક ઘરને સળગાવી દીધા હતા.તેમજ કેટલાક લોકોની હ!ત્યા કરી હતી.મહિલાએ જણાવ્યું કે તેમનો પરિવાર ભીડથી બચવા જંગલ તરફ ભાગી રહ્યો હતો.જે બાદ પોલીસે તેમને બચાવી પણ લીધા હતા.
જોકે નોંગપોક સેકમાઈ પોલીસ સ્ટેશનથી લગભગ ૨ કિમી દૂર કેટલાક લોકોએ તેમના પરિવારને ઘેરી લીધા. જે બાદ પોલીસે પણ તેમના પરિવારને ભીડને સોંપી દીધા હતા મહિલાએ જણાવ્યું કે ભીડએ બંને મહિલાઓને નિર્વસ્ત્ર કરી પરેડ કરાવી તેમજ ૨૧ વર્ષીય મહિલા સાથે ખરાબ કૃત્ય કર્યું તે સમયે પોલીસ ત્યાં હાજર હતી.મહિલાનો દાવો છે કે પોલીસ આ ઘટનામાં આરોપી સાથે મળેલી છે.
મહિલાએ ઘટના અંગે ફરિયાદ નોંધાવવા અંગે પણ વાત કરી તેને જણાવ્યું કર ઘટના ૪ મે એ બની હતી.આ ઘટનામાં મહિલાને બચાવવા જતા તેના ભાઈ અને પિતાની જાહેરમાં હ!ત્યાં કરવામાં આવી હતી.જો કે ઘટનાની ફરિયાદ નોંધવા છતાં પણ પોલીસે કોઈપણ તપાસ હાથ ધરી નહોતી.