આજના યુવાનોમાં દારૂ ,સિગારે નું ચલણ કેટલું વધી ગયું છે એ તો તમે જાણતા જ હશો.આજના યુગમાં આ વ્યસનો મુશ્કેલી કે ચિંતાઓમાં રાહત મેળવવાની દવા કરતા મોડર્ન હોવાની સાબિતી રૂપે વધારે જોવા મળતા હોય છે.
આજના મોટાભાગના યુવાનો આ તમામ વ્યસનો થી થનારી બીમારીઓથી પરિચિત હોવા છતાં શોખ માટે આ વ્યસન તરફ વળે છે અને બાદમાં એવા બંધાણી બને છે કે ઇચ્છવા છતાં તે વ્યસનમાંથી મુક્ત નથી થઈ શકતા.
સામાન્ય રીતે આ વ્યસન મુક્તિ માટે કોઈ ચોક્કસ પ્રકારની દવા હજુ સુધી શોધવામાં આવી નથી પરંતુ કેટલીક સંસ્થાઓ છે જે યુવાનોને આ વ્યસનમાંથી બહાર કાઢવા પ્રયાસ કરી રહી છે. આવી જ એક સંસ્થા છે જય અંબે વ્યસનમુક્તિ કેન્દ્ર.સુરતમાં આવેલી આ સંસ્થા લાખો લોકોને વ્યસનમાંથી મુક્ત કરી હાલમાં નવું જીવન આપી ચૂકી છે.
આ સંસ્થામાં કામ કરનાર લોકોનુ માનવું છે કે જો સમજદારીપૂર્વક એક બાદ એક પદ્ધતિથી વ્યક્તિને વ્યસનમુક્ત કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો જરૂર સફળતા મળે છે. આ સંસ્થાના મુખ્ય સંસ્થાપક એસ.એ વિરાણીનું કહેવું છે કે તે પોતે એક સમયે વ્યસનમાં સપડાયેલા હતા.
પરંતુ તેમને યોગ્ય સારવાર મળી જે બાદથી આજે નવ વર્ષ થયા હોવા છતાં તેમને એ તરફ જોયું પણ નથી. વાત કરીએ સંસ્થામાં મળતી સુવિધાઓ અંગે તો આ સંસ્થામાં સ્વીમીંગ પુલ,જીમ જેવી સુવિધા છે. સાથે જ એસી રૂમ અને ડાઇનિંગ હોલ છે
અહી આવનાર લોકોને યોગા અને આર્ટ ઓફ લિવિંગ વિશે પણ શીખવવામાં આવે છે ઉપરાંત ક્યારેક ગરબાના કાર્યક્રમ પણ કરવામાં આવે છે. અહી સુંદર કુદરતી વાતાવરણ,બાગ બગીચા પણ છે.જો તમારી આસપાસ કોઈ વ્યક્તિ આવા વ્યસનથી પીડિત હોય તો આ કેન્દ્ર અંગે જરૂર જાણકારી આપશો.