કોઈપણ સ્ત્રી માટે મા બનવું એ સૌથી મોટી ખુશી હોય છે.સ્ત્રી કોઈપણ ધર્મની હોય,કોઈપણ પદ પર હોય મા બન્યા વિના તેની દરેક સફળતા અધૂરી હોય છે.આ જ કારણ છે કે દરેક સ્ત્રી પોતાની આ ખુશી દરેક સાથે વહેંચતી હોય છે.
હાલમાં બોલિવુડની એક અભિનેત્રી જેને ધર્મના પગલે ચાલવા થોડા વર્ષો પહેલા જ બોલીવુડ અને અભિનયને અલવિદા કહ્યું હતું તેને પોતાની આ ખુશી સોશિયલ મીડિયામાં જાહેર કરી છે. અભિનેત્રી સના ખાન જેને જય હો,હલ્લા બોલ,વજહ તુમ હો જેવી ફિલ્મોમાં કામ કરી લોકપ્રિયતા મેળવી છે.
તેને લગ્નના અઢી વર્ષ બાદ એક દીકરાને જન્મ આપ્યો છે. હાલમાં ૫જુલાઈના રોજ દીકરાના જન્મ બાદ મા બનવાની ખુશી વ્યક્ત કરતા સના ખાને એક વીડિયો શેર કર્યો હતો.જેમાં શરૂઆતમાં ત્રણ હથેળી જોવા મળે છે જે બાદ આયતનો અવાજ સંભળાય છે.
આ વીડિયો શેર કરતા સનાએ લખ્યું અલ્લાહ એ પહેલા નસીબમાં લખ્યું અને પછી સરળ બનાવ્યું અલ્લાહ જ્યારે આપે છે ખુશીથી આપે છે. તેમણે અમને દીકરો આપ્યો છે. આશા છે કે અમે તેના માટે સારા માતાપિતા બની શકીએ
જણાવી દઈએ કે સનાની આ પોસ્ટ પર તેના ચાહકોએ ખૂબ શુભકામના પાઠવી છે.કોઈએ કહ્યું અલ્લાહ તમારા દીકરાને ઈમાનદાર અને સારા દિલનો વ્યક્તિ બનાવે તો કોઈએ કહ્યું નવા માતાપિતાને શુભકામના.
જણાવી દઈએ કે વર્ષ ૨૦૨૦માં બોલીવુડ છોડ્યા બાદ સના એ અનસ સૈયદ સાથે લગ્ન કર્યા હતા અને હાલમાં તે પહેલીવાર મા બની છે.