માણસના જીવનમાં ગુરુનું હંમેશા મહત્વ રહ્યુ છે આપણા જીવનમાં આપણા ને જીવન જીવવાની સાચી દિશા આપનાર શિક્ષણ આપનાર ગુરુ ને ભગવાનનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે એક બાળકનું જીવન માતાના ખોળા માંથી શરુ થતા સ્કુલના પગથીયે પહોંચે છે અને શિક્ષકો દ્વારા આપવામાં આવતું.
શિક્ષણ જ્ઞાન જીવન જીવવા માટેની પ્રેરણા થકી ઉજવળ ભવિષ્ય ની પ્રાપ્તિ થાય છે શિક્ષકો હંમેશા એ જ ઈચ્છે છે કે પોતાના વિદ્યાર્થી જીવનમાં કંઈક મેળવે તેવો સારી જિંદગી જીવી શકે સમાજમાં તેઓ નામના મેળવી શકે અને ઉધ્વડ ભવિષ્ય માટે તેઓ પોલીસ ડોક્ટર વકીલ જેવી પોસ્ટ પણ પ્રાપ્ત કરી શકે.
સોશિયલ મીડિયા પર તાજેતરમાં એક એવો જ વિડિયો સામે આવ્યો છે જે જોજો તમે ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વિદ્યાર્થી પોલીસ ઓફિસર બનીને સ્કૂલમાં આવે છે અને પોતાની શિક્ષિકા અને પગે પડે છે શિક્ષિકા તેને આશીર્વાદ આપતી જોવા મળે છે આ વિડીયો ટ્વીટર એકાઉન્ટ પર ભારત ન્યુઝ ચેનલ દ્વારા.
પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં જોત જોતામાં ઘણા લાઈક કમેન્ટ આવી ચુક્યા છે જેમાં પોલીસ ઓફિસર ઘણા વર્ષો બાદ પોતાની સ્કૂલમાં આવે છે અને પોતાની શિક્ષિકા અને ગુરુનો દરજ્જો આપીને નથી મસ્તક શિક્ષિકા ના પગમાં પડીને આર્શીવાદ લે છે શિક્ષકા ખુબ જ ખુશ જુઓ મળે છે અને તેની આંખોમાંથી આંસુ છલકાતા જોવા મળે છે.
આ સમયે શિક્ષિકા પોતાના વિદ્યાર્થી માંથી બનેલા પોલીસ ઓફિસર ને 1100 રૂપિયાની ભેટ આપીને સન્માનિત કરે છે પોલીસ ઓફિસર એટલે કે તે શિક્ષિકા નો વિદ્યાર્થી આ પૈસા લેવા માટે પ્રતિકાર કરતો જોવા મળે છે પરંતુ શિક્ષિકા એક માતા ગુરુ અને એક પ્રેરણાત્મક ભાવો થી આર્શીવાદ સ્વરૂપે આપતી હોવાનુ જણાવે છે