ગુજરાતમાં મનોરંજન અભિનય ક્ષેત્રે ખુબ લોકપ્રિયતા ધરાવતા સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગરીબ બેસહારા નિરાધાર લોકોની હંમેશા મદદ કરવા આતુર રહેતા 250 થી વધારે મકાનો બનાવી આપનાર વિધવા દિકરીઓ વૃદ્ધ અશક્ત લોકો આનાથી બાળકોને આજીવિકા હેતુ તત્પરતા દાખવતા ખજુર ભાઈ ઉર્ફે નિતીન જાની.
થોડા સમય પહેલા તાપી જિલ્લાના બાલમપા ગામમાં જે મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલુ છે ત્યાં પહોંચ્યા હતા સીતાબેન નામના વૃદ્ધ માજી પોતાની ત્રણ માનસિક અસ્વસ્થ દીકરીઓ સાથે રહેતા હતા તેમની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી જર્જરિત ઝુપંડામા તેઓ ખુબ બિસ્માર હાલતમાં જીવન વ્યતીત કરતા હતા.
ગામ લોકો આ દીકરીની માનસિક હાલત અશ્વસ્થ અને ભૂતપ્રેત જણાવી તેમનાથી દૂર રહેતા હતા પરંતુ ખજૂર ભાઈ તેમના ઘેર પહોંચ્યા તેમને મકાન બનાવવાનો સંકલ્પ કરી તેમની જિંદગી સુધારવા માટેનો પ્રયત્ન કર્યો અને સતત સાત દિવસ સુધી તેઓ બાલમપા ગામમાં રહ્યા અને આ પરીવાર માટે.
તેમને સુદંર તમામ વ્યવસ્થા સાથે બે રુમનુ મકાન બનાવી આપ્યું તેમાં વિજળી પાણી ની વ્યવસ્થા સાથે રાંધવા માટે ગેસ થી લઈને તીજોરી લેઈડી ટીવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને આ મકાનની પુજા કરી ને લોકોને અંધશ્રધ્ધા થી દુર રહી લોકોની સહાયતા કરવાનું આહવાન કર્યું તેઓ સતત સાત દિવસ સુધી અનેક.
તકલીફો વેઠી ને પોતાની ટીમ સાથે આ કડકડતી ઠંડીમાં પણ બહાર સુઈ ને આ પરીવાર ની સ્થિતિ સુધારવા માટે ખડેપગે રહ્યા આ પરીવારની એક ચોથી દિકરી છે વિધવા હતી બાજુના ગામમાં રહેતી તેને પણ પોતાના પરીવારજનો સાથે લાવી અને ભવિષ્યમાં સદાય સહાયતા કરવાનું વચન આપ્યું.