ગુજરાતમાં ખુબ જ લોકપ્રિયતા ધરાવતા સૌરાષ્ટ્ર વિસ્તારમાં લોકસેવાના કાર્યો થકી રસ્તા પર રઝડતા માનસિક અસ્વસ્થ ભિક્ષુકો બેસહારા લોકોની મદદ કરી તેમને પોતાના ચેરીટેબલ ટ્રસ્ટ માં લાવી તેમની જીદંગી સુધારતા તેમને પોતાના પરિવાર જનો સુધી પહોંચાડતા પોપટભાઈ આહીર તાજેતરમાં સુરતના કટોદરા હાઈવે પર પહોંચ્યા હતા.
તેમને માહીતી મળી હતી કે એક વ્યક્તિ ગુમનામીમાં ફાટેલા કપડા અને વધી ગયેલા વાળ સાથે રસ્તા પર રઝડતો જોવા મળ્યો છે પોપટભાઈ આહિરે તેમની પાસે પહોંચીને તેનું નામ જાણવાનો પ્રયત્ન કર્યો તો તેને પોતાનું નામ મિતેન્દ્ર જણાવ્યું અને પોતે કોલેજ પણ કરી છે તેવું જણાવ્યું સાથે જણાવ્યું કે હું મુંબઈથી.
અહીં સુરતમાં આવ્યો છું તો પોપટભાઈ આહિરે તેને આવી સ્થિતિ માટે પૂછ્યું તો તેને જણાવ્યું કે હું રસ્તા પર ગમે ત્યાં ફરવું તમારે કોઈ જાતની તકલીફ હોવી ના જોઈએ મારે કોઈ પણ જાતની સહાયતા ની જરૂર નથી મારા પગે ઈજા થયેલ છે પોપટભાઈએ જણાવ્યું કે તમારા પગની ઈજા ની સારવાર હું કરાવીશ અને.
તમારા પરિવાર પાસે હું પહોંચાડીશ મારી સાથે મારા સોશિયલ મીડિયા આશ્રમ પર ચાલો પરંતુ તે વ્યક્તિ પોપટભાઈ આહીર સાથે જ આવવા માટે તૈયાર નહોતો પોપટભાઈ આહિરે પોતાની ટીમ સાથે તેને ગાડીમાં બેસાડવાનો પ્રયત્ન કર્યો તેને પોપટભાઈ પર હુ!મલો કર્યો અને પોપટ ભાઈ ને ઇજા પહોંચાડવાનો પ્રયત્ન કર્યો.
આ દરમિયાન પોપટભાઈ ના હાથમાં રહેલી ઘડિયાળ પણ તૂટી ગઈ પોપટભાઈ આ પહેલા પણ આવા ઘણા બધા લોકોની સહાયતા કરવા માટે ગયા છે અને તેમના ઘણા શર્ટ પણ ફાટી ગયા છે એ વચ્ચે ફરી પોપટભાઈ આહિરે તેને પોતાની ટીમ સાથે મળીને માંડ માંડ કરીને ગાડીમાં બેસાડ્યો સાથે
તેઓ સુરત સોશિયલ મીડિયા આશ્રમ પોતાની સાથે લઈને આવ્યા તેના વાળ કાપી તેને સ્વચ્છ કપડા પહેરવા આપ્યા તેની સ્થિતિ સુધારી અને તેને જમવા માટે ભોજન આપ્યું સાથે તેના નામની નોંધણી કરી અને વિડીયો મારફતે લોકોને અપીલ કરી કે આ વિડીયો વધારેમાં વધારે શેર કરજો મુંબઈ સુધી તેના પરિવાર સુધી પહોંચે.
એમને તેમના પરિવાર સુધી અમે પહોંચાડી શકીએ પોપટભાઈ આહિરે આ પહેલા ઘણા બધા ભારતના અનેક રાજ્યોમાં થી આવેલા રસ્તા પર રઝડતા લોકોની સ્થિતિ સુધારીને તેના પરિવારજનો પાસે સ્વખર્ચે પહોંચાડ્યા છે એ વચ્ચે ફરી તેમની આ જીવના જોખમે કરેલી કામગીરી જોઈને લોકોએ તેમને ધન્યવાદ આપ્યા હતા.