Cli
સૌથી વધારે ભગવાન ના પાત્ર ભજવતા શ્રીકાંત સોની ના જીવન સંઘર્ષ ની કહાની, મૂળ ગુજરાતના આ ગામના વતની...

સૌથી વધારે ભગવાન ના પાત્ર ભજવતા શ્રીકાંત સોની ના જીવન સંઘર્ષ ની કહાની, મૂળ ગુજરાતના આ ગામના વતની…

Breaking Life Style

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા કલાકારો આજે પણ પોતાના ઉમદા અને દમદાર અભિનય થકી ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે એવો જ એક કલાકાર વિશે આપણે વાત કરીશું જેમને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણીવાર ભગવાનનું પાત્ર ભજવ્યું છે અને એમાં તેમને દર્શકોએ ખૂબ જ પસંદ કર્યા છે જેમનું નામ છે

ગુજરાતી ફિલ્મ અભિનેતા શ્રીકાંત સોની જેમનો જન્મ અમરેલી જિલ્લાના લાઠીગામ માં થયો હતો આજે પણ લાઠી કલાપી નગર તરીકે જાણીતું છે શ્રીકાંત સોની ના પિતા સોની કામ કરતા હતા તેઓ જ્યારે ધોરણ છ માં અભ્યાસ કરતા હતા ત્યારે અભ્યાસ છોડીને પોતાના પરિવારને આર્થિક સ્થિતિ ખરાબ થતા તેઓ.

રોજીરોટી માટે મુંબઈ શહેર આવીને પરિવાર જનો સાથે વસ્યા મુંબઈમાં પોતાના પિતા સાથે તેઓ સુવાની કામ કરવા લાગ્યા આ દરમિયાન તેઓ ભાંગ વાળી નાટક જોવા જતા હતા તેમને અભિનયનો શોખ જાગ્યો આ દરમિયાન વડાપ્રધાન મોરારજી દેસાઈ ની સરકાર ગોલ્ડ એક્ટ લાવી જેમાં સોનીને 100 ગ્રામ સોનુ થી વધુ રાખવા પર.

પ્રતિબંધ લગાવી દિધો શ્રીકાંત ભાઈનો ધંધો ભાગી પડ્યો આ દરમિયાન શ્રીકાંતભાઈ ના પિતા ના મિત્ર અજીત મર્ચેટ જેવો આખંના અફીણી સોગંધ માટે જાણીતા હતા તેઓ શ્રીકાંત સોની ને અભિનય ક્ષેત્રે લઈ ને આવ્યા સાલ 1969 માં આવેલી ફિલ્મ કંકુ માં શ્રીકાતં ભાઈ જેવો માત્ર ધોરણ 6 ભણેલા પરંતુ આ ફિલ્મમાં તેઓને.

ભણેલા ગણેલા વ્યક્તિનો રોલ મળ્યો તેમને આ ફિલ્મમાં દમદાર અભિને થકી ખૂબ જ નામના મેળવી આ ફિલ્મને ઇન્ટરનેશનલ સાથે ઘણા રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યા ગુજરાત સરકારે પણ આ ફિલ્મોને પાંચ પારિતોષિકથી નવારી હતી ત્યારબાદ ઘણી બધી ફિલ્મોમાં નાના મોટા રોલ કર્યા બાદ 1974 માં આવેલી ફિલ્મ રણુજાના.

રાજા રામદેવ મુખ્ય ભૂમિકા ભજવી જે ફિલ્મ સુપરહિટ સાબિત થઈ ત્યારબાદ ફિલ્મ કુંવરબાઈનુ મામેરુ સ્નેહલતા સાથેની ફિલ્મ શેઠ સગાળશા ત્યારબાદ તેમને ભગવાનના રોલથી ઘણી બધી ફિલ્મોમાં ખૂબ જ નામના મેળવી જેમાંથી જય શ્રી યમુના રાણી સંત સૂરદાસ લવકુશ ગણપતિ બાપા મોરિયા.

દુખિયાના બેલી બાપા સીતારામ ખોડીયારમાં ગોરો કુંભાર અલખ નિરંજન હરિશ્ચંદ્ર તારામતી હર હર ગંગે માલવપતિ મુંજ જેવી 230 થી વધારે ગુજરાતી ફિલ્મોમા અભિનય કર્યો શ્રીકાંત સોનીએ રામાનંદ સાગરની રામાયણમાં ભગવાન શ્રીરામના ગુરુ વિશ્વામિત્ર નો રોલ પણ ભજવ્યો હતો.

શ્રીકાંત સોનીએ યમરાજા નો રોલ પણ ભજવ્યો હતો તેમને ઘણા બધા ગુજરાતી ટીવી શો માં પણ અભિનય કર્યો હતો ફિલ્મ માલવપતિ મૂજમાં તેમને ઉપેન્દ્ર ત્રિવેદી સામે વિલનનુ પાત્ર પણ ભજવ્યું હતું શ્રીકાંત સોની ને પોતાના અભિનય કેરિયરમાં ઘણા બધા એવોર્ડ પણ મળ્યા હતા તેમને આજે પણ લોકો.

બાપા સીતારામ ના પાત્રમાં ખુબ યાદ કરે છે શ્રીકાંત સોની ના લગ્ન 1972 માં થયા હતા તેમના ચાર સંતાનો છે તેઓ 28 ઓક્ટોબર 2016 મા દુનીયા છોડી ને ચાલ્યા ગયા હતા આજે પણ તેમનો અભિનય તેમની ફિલ્મો માં તેમની સ્મુતીઓ વચ્ચે યાદગાર છે પોસ્ટ લખવામાં મહેનત બવ કરી છે ગમી હોય તો શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *