આઈપીએલ એ વિશ્વભરના ખેલાડીઓ વચ્ચે થતો રોમાંચક મુકાબલો જોવાની મજાજ કઈક અલગ હોય છે આ રમાતી મેચો વિશ્વભરના પ્રેક્ષકો મજા લેતા હોય છે એવીજ રીતે હમણાં ગયા ગુરુવારે ચાલુ મેચમાં એક ખેલાડીએ પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું હતું આ ખેલાડી ચેન્નઈ સુપરકિંગ્સનો બોલર દિપક ચાહર હતો જેને સ્ટેડિમમાં પ્રપોઝ મારતાં ત્યાંના મોજુદ પ્રેક્ષકો જોઈ રહ્યા હતા અધુરમાં પૂરું આ સીન ટીવી ઉપરજ લાઈવ થઈ ગયો હતો.
ચેન્નાઈ સુપર કિંગ્સે ભલે આ લીગની છેલ્લી મેચ હારી હોય પરંતુ ટીમના ફાસ્ટ બોલર દીપક ચાહરે મેચ પૂરી થયા બાદ તાળીઓ વગાડી હતી માહિતી માટે એ પણ જણાવી દઈએ કે આ હાર ચેન્નાઈને વધારે અસર નહીં કરે કારણ કે તેણે 14 મેચમાં 9 જીત સાથે પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું છે દિપક ચાહરે પ્રપોઝ કરતા વિડીયો થોડા સમયમાં જ ઝડપથી વાયરલ થવા લાગ્યા દરેકના મનમાં એક જ સવાલ હતો કે આખરે આ છોકરી કોણ છે
જેને દીપક ચાહરે રોમેન્ટિક રીતે એક ઘૂંટણ પર વાળીને પ્રપોઝ કર્યું તેદીપકની ગર્લફ્રેન્ડનું નામ જયા ભારદ્વાજ છે અને તેણે પણ દીપકનો પ્રસ્તાવ સ્વીકારી લીધો અને સંમતિ આપી ત્યાં હાજર તમામ લોકો માટે આ ક્ષણ ખરેખર એક અદભુત હતી દીપક ચાહરે વીંટી પહેરીને છોકરીને પ્રપોઝ કરતા વીડિયો વાઇરલ થતાં જ સોશિયલ મીડિયા પર ચર્ચાઓનું બજાર ગરમ થઈ ગયું સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ થવા લાગી કે દીપકે જે છોકરીને તેની મંગેતર બનાવી છે ભારતીય છેકે વિદેશી પરંતુ દીપકની બહેને જણાવ્યું હતું તે એક ભારતીય છે.