આજના દોરમાં સોશિયલ મીડિયા પર કોઈ પણ મેસેજ વાઈરલ થતાં વાર નથી લાગતી ઘણી વાર કોઈ ખોટી અફવાઓ ના કારણે લોકો અનેક મુશ્કેલી અને તકલીફો માં પણ ફસાઈ જતાં જોવા મળે છે એવું જ આપણા ગુજરાતી ફેમસ લોક સિગંર જીગ્નેશ કવિરાજ બારોટ સાથે થયું છે તારીખ 11 જાન્યુઆરી 2023 ના રોજ.
એક મેસેજ જીગ્નેશ કવિરાજ સંબંધીત ખુબ વાઈરલ થયો અને એ મેસેજ જોતા જીગ્નેશ કવિરાજ ના પરીવારજનો ના હૈયા ધ્રુજી ગયા હતા ગુજરાત ભર માં દુઃખ ની લાગણીઓ પ્રસરી જવા પામી હતી આખરે જીગ્નેશ કવિરાજે પોતાના ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવીને જવાબ આપવો પડ્યો હતો સમગ્ર ઘટના.
અનુસાર વાઈરલ મેસેજ એવો થયો હતો કે મોડાસા માલપુર રોડ પર એક ગંભીર અકસ્માત થયો છે જેમાં આપણા લોક ચાહીતા જીગ્નેશ કવિરાજ કરુણ નું મો!ત નિપજ્યું છે આ મેસેજ ની સાથે કેટલીક તસવીરો પણ હતી જેમાં કોઈ કારનો એક ટ્રક સાથેનો અકસ્માત થયેલું હતું આ તસવીરો કઈ જગ્યાની છે.
કેટલા સમય પહેલાની છે તેની માહિતી સામે આવી નથી પરંતુ આ સમાચાર સામે આવતા લોકોએ વોટ્સએપ મા ખુબ ફોરવડ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું જીગ્નેશ કવિરાજના પરિવારજનો પાસે આ સમાચાર પહોંચતા તેમને જીગ્નેશ કવિરાજ નો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ જીગ્નેશ કવિરાજ.
હાલોલ વિસ્તારમાં પોતાના સોંગ નું શૂટિંગ કરી રહ્યા હતા જે નેટવર્કનું પ્રમાણ ખૂબ જ ઓછું હતું જેના કારણે તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો જેના કારણે પરિવારજનો અને મિત્રો ખૂબ જ ચિંતિત થઈને તેમને શોધવા માટે નીકળ્યા હતા આ દરમિયાન જીગ્નેશ કવિરાજ એ તારીખ 11 જાન્યુઆરી 2023 ની.
સાંજે 7:00 વાગે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર લાઈવ થઈ જણાવ્યુ હતુ કે આજે સવારથી જે મારા વિશેની ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે કે મારો અકસ્માત થયો છે અને હું આ દુનિયામાં રહ્યો નથી તે ખોટી છે તમારા બધાની દુઆ અને આશીર્વાદ ના કારણે મને કાંઈ જ થયું નથી અને.
હું સલામત છું મારુ હાલોલ વિસ્તારમાં શૂટિંગ ચાલી રહ્યું છે જ્યાં નેટવર્કનું પ્રમાણ ખૂબ જ ઓછું છે જેના કારણે હું કોઈની સાથે વાતચીત કરી શકતો નહોતો જે વ્યક્તિએ આવી અફવા ફેલાવી છે તેને ભગવાન માતાજી સત બુદ્ધિ આપે અને જે વ્યક્તિ અકસ્માતમાં મૃ!ત્યુ પામ્યા છે ભગવાન તેમની દિવ્ય.
આત્માને શાંતિ આપે એવી પ્રભુને પ્રાર્થના જીગ્નેશ કવિરાજ એ પોતાના સોંગ વિશે જણાવ્યું હતું કે મારું શૂટિંગ ચાલી રહ્યું છે જે આલ્બમનું નામ છે દિલનું કહેવું માનુ તો દુનિયા નડે છે જે ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહ્યું છે જીગ્નેશ કવિરાજ એ પોતાના વિશે ચાલી રહી અફવાઓ વિશે જવાબ.
આપ્યો હતો તેમના આ વિડીયો સામે આવ્યા બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો પરિવારજનોને પણ શાંતિ થઈ હતી જીગ્નેશ કવિરાજ ની ખોટી બનાવટી અફવાઓ ફેલાવી એ વ્યક્તિ ની ઓળખ હજુ સુધી થવા પામી નથી કે જીગ્નેશ કવિરાજે સાઈબર ક્રાઇમ મા હજુ સુધી ફરીયાદ નોંધાવી નથી.