ગુજરાતમાં પોતાના કોમેડી અંદાજમા લોકોને મનોરંજન કરાવતા તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગરીબ બેસહારા લોકોને ને હંમેશા મદદ કરવાની ભાવના રાખનારા ખજુર ભાઈ ઉર્ફે નિતીન જાની ખુબ જ લોકપ્રિયતા ધરાવે છે ખજુર ભાઈ એ આજ સુધી 250 થી વધારે જરૂરિયાત મંદ પરિવારોને મકાન બનાવી આપ્યા છે.
માત્ર વાતો નહીં પરંતુ કામ કરીને હંમેશા લોકોને સહાયરૂપ બનતા લોકોની લાગણીઓ અને તેમની ભાવનાઓને સમજતા ખજૂર ભાઈ કોઈ નેતાઓથી પણ વધારે લોકોની પોતાના સરળ અને ઉમદા સ્વભાવથી ભેગી કરવાની ક્ષમતા ધરાવે છે તેઓ જ્યાં પણ જાય છે ત્યાં લોકો તેમની સાથે એક ફોટો લેવા માટે આતુર જોવા મળે છે.
ખજૂર ભાઈ પોતાના અભિનય કેરિયરની સાથે લોક સેવા ના કાર્યોમાં પણ સતત કાર્યશીલ રહે છે એના કારણે જ લોકો એમને ઈશ્વરનું સ્વરૂપ પણ માને છે ખજૂર ભાઈ ઉર્ફે નીતિન જાની ની સગાઈ થોડા સમય પહેલા બારડોલી ખાતે 8 નવેમ્બર ના રોજ મીનાક્ષી દવે સાથે થઈ છે મિનાક્ષી દવે સિંગીગ માં ખુબ રશ ધરાવે છે.
ખજુર ભાઈ પોતાની ભાવિ પત્ની ના દરેક સપનાઓ પુરા કરવા માંગે છે તેમને આગામી સમયે પોતાના પ્રોજેક્ટ માં પણ સમાવવા માંગે છે મિનાક્ષી દવે એ પોતાના ગાયેલા ટ્રેક પણ પોસ્ટ કર્યા છે જેને લોકોએ ખુબ પસંદ કર્યા છે એ વચ્ચે ખજુર ભાઈ સાથે કેટલીક તસવીરો મિનાક્ષી દવે એ પોસ્ટ કરી છે.
જેને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે ખજુર ભાઈ ની સાથે મિનાક્ષી દવે હળવાશની પળો માણતી જોવા મળે છે સ્ટાર બક્ષમા કોફી સાથે મજાક મસ્તી કરતા બંને જોવા મળે છે આ તસવીરો પર લોકો આર્શીવાદ સાથે બંને ને આવી રીતે ખુશ રહો એમ જણાવી લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા છે.
ખજુર ભાઈ તાજેતરમાં દુબઈ પહોંચ્યા હતા ત્યાં તેઓ પોતાની સાથે મકાન બનાવવામાં કામ કરતા કારીગરો ને પણ દુબઈ ફરવા માટે લઈ ગયા હતા ખજુરભાઈ ની આ જ નેકદિલી લોકો ખૂબ જ પસંદ કરે છે ગુજરાતમાં આવેલા વાવાઝોડા દરમિયાન પણ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઘણા બધા મકાનો.
પડી ગયા હત જરૂરિયાત મંદ ગરીબ લોકોને મકાન બનાવી દઈને ખજુરભાઈએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું તો સાથે ગરીબ માતા પિતા વિનાના બાળકો ને અભ્યાસ માટે મદદ કરી અને તેમને પાકું મકાન બનાવી આપીને ખજૂર ભાઈએ લોકોના દિલ જીતી દીધા હતા પોસ્ટ શેર કરવા વિનંતી.