મનના ધગસ અભ્યાસ ની રુચી અને સ્વપ્ન પ્રાપ્ત કરવાની મહત્વકાંક્ષા સહીત આત્મ વિશ્વાસ થી કાંઈ પણ પ્રાપ્ત કરી શકાય છે એ સાર્થક કરી બતાવ્યું છે ધાંગધ્રા ના છેવાળા પીપળી ગામની કુદંનબેન ગઢવી એ નાનપણ થી પોલીસ ઓફિસર બની ને ગુનાખોરી ને રોકવાની અભિલાષા સાથે ખાખી વર્દી નો.
શોખ ધરાવતી કુદંનબેનના માતા પિતા પીપળી ગામમાં ખેતી કરી ને ગુજરાન ચલાવતા છે કુદંન બેને કોલેજ નો અભ્યાસ પુરો કરી ને પોલીસ ઇન્સ્પેકટર બનવાની તૈયારી શરુ કરી આ દરમિયાન તેને કચ્છ આઈ સી ડી એસ વિભાગ માં મુખ્ય સેવીકા ની નોકરી મળી એ દરમિયાન પર તે મનમાં પોલીસ અધિકારી બનવા ની.
ચાહ ધરાવતી હતી તેવી બાજુમાં પોલીસ સ્ટેશન આવેલું હતું પોલીસ ની કામગીરી જોતા તેને આ વર્દી થી લગાવ હતો તેને 2 વર્ષ નોકરી કર્યા બાદ પોલીસ ની લેખીત અને પ્રેક્ટીકલ પરીક્ષા પાસ કરી અને હાલ તે પોલીસ ઇન્સ્પેકટર બની ચુકી છે કુદંન બેને પોતાના ઈન્ટરવ્યુ માં જણાવ્યું હતું કે હું નાનપણથી જ પોલીસ ઇન્સ્પેક્ટર બનવાની તૈયારી કરતી હતી.
જ્યારે પણ હું પરેડ જોતી હતી ત્યારે મને ગર્વ થતું હતું અને હું પણ ગુનાખોરી અટકાવી દેશ માં શાંતિ નો માહોલ બંને એ માટે દેશની રક્ષા માટે જ પોલીસ માં આવવા માગંતી હતી હું મહીલાઓ અને બાળકો માટે સારું કામ કરી શકું એવી લાગણીઓ સાથે મારા કર્તવ્ય પથ પર નિરંતર કાર્યશીલ રહીશ દેશમાં થતાં મહીલાઓ અને બાળકો પરના.
અત્યાચાર ને રોકી શકું એવા પ્રયત્નો થકી ગુજરાત નું ગૌરવ વધારી પોતાના માતા પિતા ના સ્વપ્ન સાકાર કરીશ કુદંન બેન ગઢવીએ પોલીસ બનવાના સ્વપ્ન ને સાકાર કરીને પોતાના ગામ અને વિસ્તાર નું નામ રોશન કર્યું છે ગામમાં તેમનુ સન્માન કરવા મા આવ્યું હતું સામાન્ય મધ્યમવર્ગના ખેડુત પરીવાર ની દિકરી આજે પોલીસ ઇન્સ્પેકટર બની ચુકી છે.