તાજેતરમાં એક અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરી અને આ પોસ્ટના કારણે તેનું કેરિયર સમાપ્ત થઈ ગયુ એક તરફ આપણે જોઈએ છીએ કે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સેલિબ્રિટી ઈન્સ્ટાગ્રામ પર વિડિયો રિલ્સ બનાવે છે જેમાં ઘણા બધા ખર્ચા કરે છે અને પોતાના હાઈલાઈટ બનાવવા માટે ઘણી તસવીરો પણ શેર કરે છે.
જેમાંથી તેમને ખૂબ લોકપ્રિયતા મળે છે અને તેમની ઉપસ્થિતિ જણાય સાથે તેમને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ મળે પરંતુ અહીંયા વાત અલગ જ બની આ અભિનેત્રીએ પોસ્ટ કરી અને એનાથી એના અભિનય કેરિયરમાં ખૂબ ફરક પડ્યો અને એનુ કેરીયર બરબાદ થઈ ગયું જેના પાછળ ખૂબ મોટું કારણ હતું આ અભિનેત્રીએ.
પોતાની ફિટનેસ નહીં પરંતુ પોતાની સાચી જિંદગી વ્યક્ત કરી દીધી હતી અને આપણે શું જાણીએ છીએ કે જ્યારે પણ કોઈ પણ અભિનેતા કે અભિનેત્રી પોતાની જિંદગીની સચ્ચાઈ પીડા વેદના વ્યક્ત કરે છે ત્યારે લોકો તેનાથી દૂર ભાગવા લાગે છે અભિનેત્રી અનાયા સોનીએ હોસ્પિટલમાં પોતાના બેડ પર સૂતેલી હાલતમાં એક ફોટો શેર કરી હતી.
અને તેમાં જણાવ્યુ હતુ કે તેની બંને કિડની ફેલ થઈ ગઈ છે તેના કારણે તેને સમય સમય પર હોસ્પિટલમાં જાઉ પડે છે અને શુટીંગ પણ કરે છે તેને જણાવ્યું હતું કે તેને પોતાની આ સ્થિતિ દરમિયાન પણ કામ કરવું પડે છે કારણ કે તે જો કામ નહીં કરે તો પોતાની કિડની નો ઈલાજ કેવી રીતે કરાવી શકશે તે કીડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માગે છે.
એના માટે પૈસાની જરુર હોવાથી તે આ સ્થિતી માં પણ કામ કરી રહી છે આ પોસ્ટ કર્યા બાદ હવે અનાયા પસ્તાવો વ્યક્ત કરી રહી છે તેને મિડીયા ઈન્ટરવ્યુ માં જણાવ્યું હતું કે આ પોસ્ટ કર્યા બાદ તેના હાથમાંથી ઘણા મોટા પ્રોજેક્ટ જતા રહ્યા છે તેને જણાવ્યું હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એ જોવામાં આવતું નથી કે પૈસાની કોઈ વ્યક્તિને જરૂર છે.
માત્ર એ જોવામાં આવે છે કે આ બીમાર છે તો તેની બીમારીના કારણે આપણો પ્રોજેક્ટ અધૂરો રહી શકે છે તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ મળતું બંધ થઈ ગયું છે અને આ દરમિયાન તેને ભાડા પર મકાન હોસ્પિટલની બાજુમાં લીધું છે ફિલ્મ ઈન્ડસ્ટ્રી ની આ સચ્ચાઈ તેને રડવા પર મજબૂર કરી રહી છે અનાયા સોની હાલ સારવાર હેઠળ છે.