એક સમયે ભાજપ ને અપશબ્દો બોલનાર બન્ની ગજેરા ને ભાજપ નો ખેશ પેરાવતા સુરત કાર્યકર્તાઓએ કાઢ્યો બળાપો
રાજકારણ એવી વસ્તુ છે જેમાં ઘુસવા માટે ઘણા પ્રકારના સ્ટન્ટ કરતા હય છે સોશિયલ મીડિયા માં ઘણા લોકો એવા હોય છે જેઓ રાજકિય પાર્ટીઓ ને આમતેમ બોલતા હોય છે. ઘણા એવા હોય છે જે ખેડૂતહીત ની વાતો કરે છે, સમાજ હીત ની વાતો કરે છે એવી ઘણા સ્ટન્ટ કરીને રાજકીય રીતે મજબૂત બનતા હોય છે અને એ બધાનો સહારો લઈને રાજકારણ માં ઘુસી જતા હોય છે એવી જ રીતે હમણાં એક કિસ્સો બહાર આવ્યો છે જેમાં થોડા અમય પહેલા સોસીયલ મીડિયા માં ભારતીય જનતા પાર્ટી તથા એમના નેતાઓને ને ગાળો બોલર સૌરાષ્ટ્ર નો બન્ની ગજેરા નું આજે ગાંધીનગર ના કમલમ ખાતે ભાજપ ના નેતાઓ ની હાજરી માં ભાજપનો ખેશ પહેરી લેતાં ચર્ચાઓ થઈ હતી અને સુરત ના ભાજપ કાર્યકર્તાઓએ સોસીયલ મીડિયા માં બળાપો કાઢ્યો હતો.
થોડા સમય પહેલા બન્ની ગજેરા એ સોસીયલ મીડિયા માં મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ ના નેતા ને ગાળો બોલતા વીડિઓ સોસીયલ મીડિયા માં અનેક વીડિઓ મુક્યાં હતા જેમાં વિજયભાઇ રૂપાણી ને સાવ હકલી કક્ષાની ભાષા વાપરતા વીડિઓ ફરતા થયા હતા. જ્યારે ભાજપ ના એક કાર્યકર્તા એ સોસિયલ મીડિયા માં પોસ્ટ મૂકી હતી કે એક સમયે ભાજપ નેજ ગાળો બોલનાર એ પાર્ટી જોઈન કરી છે તો ભાજપ નાજ કાર્યકર્તા અપમાનજનક સ્થિતિ મા મુક્યા એવી સ્થિતી થઈ છે.
સોસીયલ મીડિયા માં એક પોસ્ટ વાઇરલ થઈ હતી જેમાં લખેલ હતું કે ‘હવે કોઈ ભાજપ નો વિરોધ કરે તો ભાજપ ના કાર્યકર્તાઓ એ એમનો વીરોધ કરવો નહીં કારણ કે શુ ખબર ક્યારે એમના નામની તાળિયો પડવા મંડે’ આવી અનેક પ્રકારની વોરોધ કરતી ફની પોસ્ટ સોસીયલ મીડિયા માં વાઈરલ થઈ છે.