બોલીવુડ ફિલ્મ અભિનેતા ગોવિંદાના પિતા આનંદ અહુજા બોલીવુડ ના જાણીતા નિર્માતા નિર્દેશક હતા તેમને ઘણી બધી ફિલ્મો બનાવી પરંતુ આ ફિલ્મોના કારણે તેઓ બરબાદ પણ થઈ ગયા હતા અને તેમને એક સમયે પોતાનો બંગલો પણ વેચવો પડ્યો હતો આ પરિસ્થિતિ વચ્ચે ગોવિંદાએ એ નક્કી કરી લીધું હતું કે જ્યારે.
પણ તેઓને કામ કરવાનું મોકો મળશે ત્યારે તેઓ પોતાના પિતાનું ઋણ અદા કરશે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સફળતા મેળવશે આ મનમાં સર્ઘષ થકી તેઓએ ખુબ પરીશ્રમ કર્યો અને સાલ 1986 માં આવેલી ફિલ્મ ઈલ્ઝામ થી તેઓએ પોતાના સફળ બોલીવુડ કેરિયરની શરૂઆત કરી ત્યારબાદ એકથી એક હીટ ફિલ્મો આપી 90 ના દશકમાં.
ગોવિંદા એક સુપર સ્ટાર બનીને સામે આવ્યા એ સમયમાં તેમની સાથે ઘણી બધી અભિનેત્રીઓ કામ કરવા માટે તૈયાર હતી પરંતુ એ સમયે ગોવિંદા એક અભિનેત્રી સાથે કામ કરવા એટલી હદે નીચે ઝુકી ગયા હતા કે તેનો કિસ્સો આજે પણ યાદગાર રહ્યો છે આ સમયમાં શ્રીદેવી એક એવી અભિનેત્રી રહી છે જેની સાથે કામ કરવા ગોવિંદા બેતાબ રહેતા હતા.
ગોવિંદા એ પણ જણાવી રહ્યા હતા કે જ્યારે પણ તેમને શ્રીદેવી સાથે અભિનય કરવાનો ચાન્સ મળે તે ત્યારે હંમેશા તૈયાર રહેશે એ વચ્ચે શ્રીદેવી પણ ખૂબ જ ફેમસ અભિનેત્રી બનીને સામે આવી હતી તેને એ સમયે ફિમેલ અમિતાભ બચ્ચન કહેવામા આવતી હતી ગોવિંદાએ પહેલી અને છેલ્લી વાર શ્રીદેવી સાથે ફિલ્મ ગેરકાનૂની માં અભિનય કર્યો હતો.
જે ફિલ્મ પ્રયાગંરાજ ના નિર્દેશન માં બની હતી આ ફિલ્મ માં રજનીકાંત શ્રીદેવી કિમી કાન્તકર ચંકી પાંડે જેવા કલાકારો જોવા મળ્યા હતા આ દરમિયાન ચંકી પાંડે અને પ્રયાગંરાજ વચ્ચે કોઈ કારણે વિખવાદ થયો જેના કારણે ચંકી પાંડે એ આ ફિલ્મ છોડતા ગોવિંદા ને સાઈન કરવામાં આવ્યા ગોવિંદા આ દિવસોમાં ખૂબ જ પોતાની.
ફિલ્મોને લઈને ખુબ બીઝી હતા પરંતુ તેમને જ્યારે શ્રીદેવીનું આ ફિલ્મમાં નામ સાંભળ્યું તેઓ તરત આ ફિલ્મ અભિનય કરવા માટે તૈયાર થઈ ગયા ગોવિંદ એ દિવસોમાં ખૂબ જ ફેમસ ડાન્સર તરીકે જાણીતા હતા પરંતુ તેઓ શ્રીદેવીનો ડાન્સ ખૂબ જ પસંદ કરતા હતા અને તેમની સાથે અભિનય કરવાનો એ ચાન્સ ગુમાવવા માગતા નહોતા.
પરંતુ આ ફિલ્મ માં શ્રીદેવી રજનીકાંત ની અભિનેત્રી હતી આ વચ્ચે ગોવિંદાએ એ જીદ પકડી કે તેઓ શ્રીદેવીના અભિનેતા બનવા માગે છે પરંતુ પ્રયાગંરાજ આ વાતથી રાજી નહોતા કારણકે જો ગોવિંદા શ્રીદેવી સાથે જોવા મળે તો રજનીકાંત અને કિમી કાન્તકરની જોડી બિલકુલ સેટ થતી નહોતી પ્રયાગંરાજે ઘસીને ના પાડી દિધી.
તેમને ગોવિંદાની વાતને નકારતા જેકી શ્રોફ ને પણ લેવાની વાત કરી દેતા એક સમયે ગોવિંદા એ જ્યારે પ્રયાગંરાજ હોટેલમા આરામ ફરમાવતા હતા એ દરમિયાન ખુબ વિનંતી કરી આજીજી કરી તે છતાં પણ ના માનતા શ્રીદેવી સાથે અભિનય કરવાની ઉત્સુકતા થકી પ્રયાગંરાજના પગ પકડી લીધા હતા આ વાતનો ખુલાસો લલીતા ઐયરે પોતાની બુક શ્રીદેવી ક્વિન.
ઓફ હર્ષ માં કર્યો હતો ત્યારબાદ પ્રયાગરાજ નું હ્રદય પીગળી ગયું અને ગોવિંદાને શ્રીદેવી સાથે અભિનય કરવાની મંજૂરી આપી દીધી આ ફિલ્મમાં પહેલી અને છેલ્લી વાર ગોવિંદા શ્રીદેવી સાથે જોવા મળ્યા દર્શકો એ પણ આ જોડી ને ખુબ પસંદ કરી પણ ત્યારબાદ શ્રીદેવી એક પણ ફિલ્મમાં ગોવિંદા સાથે અભિનય કર્યો નહોતો શા માટે તે વિગતો સામે હજુ સુધી આવી શકી નથી.