બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખુબ મોટુ નામ રાજશ્રી પ્રોડક્શન જેની સ્થાપના 1947 માં થઈ હતી જેને બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખુબ મોટું યોગદાન આપ્યું જેનાથી ઘણા બધા અભિનેતાઓનુ ફિલ્મી કેરીયર બન્યું તેના 75 વર્ષ પુરા થવા પર તેના કર્તા હર્તા ફિલ્મ મેકર સુરજ આર બડજાત્યા એ એક ઇવેન્ટ નું આયોજન કર્યું હતુ જેમાં બોલિવૂડ.
ઈન્ડસ્ટ્રી ના તમામ દિગ્ગજ કલાકારો ઉમટી પડ્યા હતા આ દરમિયાન સલમાન ખાન માધુરી દિક્ષિત કાજોલ દેવગણ રાની મુખર્જી પણ બેહદ શાનદાર અંદાજ સાથે આવેલા હતા આ દરમીયાન પોતાની 90 ના દશકાની ફિલ્મોની યાદો ને તાજી કરી દરેક કલાકારોએ રાજશ્રી પ્રોડક્શન ના બેનર હેઠળ બનેલી પોતાની ફિલ્મ યાદ કરી હતી.
આ દરમીયાન રાની મુખર્જી એ જણાવ્યું હતુ કે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રાજશ્રી પ્રોડક્શન નું ખુબ મહત્વનુ યોગદાન છે પારીવાર ફીલ્મોની શરુઆત કરનાર રાજશ્રી પ્રોડક્શન હેઠળ અમને ખુબ લોકપ્રિયતા મળી છે અમે રાજશ્રી પ્રોડક્શન ના આભારી છીએ તો અભિનેત્રી કાજોલે રાજશ્રી પ્રોડક્શન ની.
સફળતાનો શ્રેય સુરજબાબુ ના પિતાને આપતા તેમના વખાણ કર્યા હતા અને આદરભાવ વ્યક્ત કર્યો હતો માધુરીએ પણ પોતાની ફિલ્મ લાઈફ દરમિયાન રાજશ્રી પ્રોડક્શન ની પારીવારીક ફિલ્મો સાથેનો અભિનય યાદ કરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રાજશ્રી પ્રોડક્શન નું મહત્વ જણાવ્યું હતું તો સલમાન ખાન.
આ દરમીયાન પોતાના ફિલ્મી કેરિયર નો તમામ શ્રેય રાજશ્રી પ્રોડક્શન ને આપતા રડી પડ્યા હતા અને જણાવ્યું હતું કે અમારા પગલાં બોલીવુડ માં રાજશ્રી પ્રોડક્શન હેઠળ પડ્યા છે જે કાંઈ પણ ફિલ્મ કેરીયર માં મને સફળતા મળી છે તેમાં રાજશ્રી પ્રોડક્શન નુ મહત્વ નું યોગદાન છે.
સુરજબાબુ અને તેમના પિતાજી પ્રત્યે મને ખુબ આદર છે કહી સલમાન ખાને સુરજબાબુ સાથે પોતાની ફિલ્મો ની યાદો તાજા કરતા તેમના પિતા વિશે આભાર વ્યક્ત કરતા હું આપનો હંમેશા રૂણી રહીશ એવા અનમોલ શબ્દો વ્યક્ત કર્યા હતા વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.