કુદરતના ઘેર દેર છે પણ અંધેર નથી જે લોકોને કુદરત કાંઈક ઓછું આપે છે તેને ઘણું બધું આપી દેછે જિસ ચીઝ કો તુમ દિલ સે ચાહો ઉસે પુરી કાયનાત તુમસે મિલાને કો એક હો જાયેગી આ કહેવતને આપણા ગુજરાતી સાર્થક કરી છે એ પણ બંને પગે દિવ્યાંગ યુવાને સમગ્ર અહેવાલ મુજબ સુરતના યોગીચોક વિસ્તારમાં પાનનું કેબીન ચલાવતા.
કલ્પેશ ભાઈ માવજીભાઈ કાછંડીયા જેમને લોકો પ્રેમથી કલેક્ટર કહે છે મૂળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના આસોદર ગામના રહેવાસી બંને પગેથી દિવ્યાંગ કલ્પેશભાઈ 43 વર્ષના છે તેમણે માત્ર 10 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે તેમને 2007માં ફેસબુકના માધ્યમથી ફિલીપીન્સ ની રેબકા ફાયો નામની યુવતી સાથે મિત્રતા થઈ શરૂઆતમાં અંગ્રેજી ભાષામાં રહેલા.
મેસેજ વાંચવામાં કલ્પેશ ને તકલીફ પડતી હતી પરંતુ ગુગલ ટ્રાન્સલેટ ની મદદથી રેબકા સાથે વાતચીત કરવાની શરુ કરી અને કલ્પેશભાઈ એ પોતાની દિવ્યાંગ હોવાની સચ્ચાઈ પણ છુપાવી નહીં તેમને પોતાની બધી જ વાત કરી દિધી તેમને પોતાની સ્થિતિ નો વિડીયો બનાવીને પણ મોકલ્યો હતો અને જણાવ્યું હતું કે મારી બંને બહેનો અને.
ભાઈના લગ્ન કરીને હું એકલો જીવન જીવવું છું મારી જિંદગી જ આ છે પરંતુ વિધાતાને કંઈક અલગ જ મંજુર હતું રેબકા ને તેની સચ્ચાઈ અને તેની વાતોથી પ્રેમ થઈ ગયો રેપકા ના પતિનું વર્ષોથી દેહાંત થઈ ગયું હતું અને આ વચ્ચે તેને કલ્પેશ થી પ્રેમ થઈ ગયો તે 2019 માં ભારત આવવા માગતી હતી તેને ટિકિટ પણ કરાવી હતી એ વચ્ચે લોકડાઉન ના.
કારણે તે આવી શકી નહીં ફિલીપીન્સ ની આ યુવતી નો એક દિકરો અને ત્રણ ભાઈ છે જેમને આ લગ્ન માટે મંજૂરી આપી દિધી રેબકા નવા વર્ષ માં જ ભારત આવી હતી અને કલ્પેશ ના પરીવાર સાથે રહેવા લાગી છે તે ખુબ જ ખુશ છે અને બંનેના લગ્ન 20 નવેમ્બર ના રોજ યોજાનાર છે જે માટે ફિલીપીન્સ થી મહેમાનો પણ આવી રહ્યા છે.
રેબકાએ ઈન્ટરવ્યુ માં જણાવ્યું હતું કે મને કલ્પેશ ના શરીર સાથે નહીં એના મન સાથે પ્રેમ થયો હતો અમે પાંચ વર્ષથી એકબીજાની સાથે ચેટ કરી રહ્યા હતા આ દરમિયાન અમે એકબીજાના મનના ભાવ અને અભિવ્યક્ત કરતા હતા કલ્પેશ છે મારી સાથે બધી જ વાતો શેર કરી છે તેને કોઈપણ વાત મારાથી છુપાવી નથી અને કલ્પેશ ના પરિવારજનો પણ ખૂબ જ ખુશ છેકે કલ્પેશ.
જે દિવ્યાંગ હતો તેને આજે સુંદર સ્વભાવ વાળી વિદેશી યુવતીએ સ્વીકાર કર્યો છે અને તેની સાથે લગ્ન કરવા જઈ રહી છે રેબકા ને સુરત ખૂબ જ પસંદ આવ્યું છે અને તે પોતાની જિંદગીને કલ્પેશ ની સાથે જ વિતાવવા માંગે છે વાંચક મિત્રો આ ગુજરાતી યુવક ની બદલાયેલી જિંદગી વિશે શું આપનો અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.