Cli
અરબોપતિ વ્યક્તિએ એ પ્રપોઝ કર્યું તો સાઉથ એક્ટર હંસિકા મોટવાણી લગ્ન કરવા માટે તૈયાર થઈ ગઈ અને હવે...

અરબોપતિ વ્યક્તિએ એ પ્રપોઝ કર્યું તો સાઉથ એક્ટર હંસિકા મોટવાણી લગ્ન કરવા માટે તૈયાર થઈ ગઈ અને હવે…

Bollywood/Entertainment Breaking

ચાઇલ્ડ એક્ટર તરીકે શાકા લાકા બુમ બુમ જેવા ઘણા શોમાં દર્શકોની સામે મોટી થનાર સાઉથ અને બોલીવુડ અભિનેત્રી હંસિકા મોટવાની ને લઈને ખૂબ મોટી ખુશખબરી સામે આવી છે હંસિકા ને પોતાના સપનાનો રાજકુમાર મળી ગયો છે અને એ માત્ર સપનાનો રાજકુમાર જ નહીં પરંતુ વાસ્તવિકતા માં અરબોની દોલતનો માલિક છે.

જેને હંસિકા મોટવાની થી પ્રેમ થઈ ગયો છે પેરિસ ના આઈફેલ્ટ ટાવરની સામે જ હંસિકા મોટવાની ને તેમના રાજકુમારે પ્રપોઝ કર્યું હતું આવનારી ચાર ડિસેમ્બરના રોજ હંસિકા તેની સાથે સાત ફેરા ફરવાની છે હંશીકાના આ રાજકુમાર નું નામ સોહેલ કથોયીયાછે જે ખૂબ પ્રખ્યાત બિઝનેસમેન છે અને તેમનો.

બિઝનેસ સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે મીડિયા રિપોર્ટ અનુસાર હંસિકા અને સોહેલ લાંબા સમયથી રિલેશનમાં હતા સોહીલે આ સંબંધોને આગળ વધારવા માટે હંશિકાને પ્રપોઝ કર્યું અને હંશિકાએ પણ સ્વિકાર કરતા લગ્ન કરવા માટે તૈયારી જણાવી જેમના લગ્ન ખુબ ધુમધામથી ઉજવાશે જેના માટે હંશિકાએ જયપુરનો 450 વર્ષ જુનો કિલ્લો બુક કરાવી લિધો છે.

જયપુર માં બનેલો મુડંતો કિલ્લો પોતાની રોયાલ્ટી માટે પ્રખ્યાત છે જ્યાં લગ્ન કરવા માટે કરોડો રૂપિયા ખર્ચ કરવો પડે છે હવે હંસિકા અને સોહેલ આ કિલ્લામાં લગ્ન કરશે જેમાં 2 ડીસેમ્બર શુફી નાઈટ 3 ડીસેમ્બર મહેંદી રસ્મ અને 4 ડીસેમ્બર લગ્ન યોજવામાં આવ્યા છે જેમાં બોલીવુડ સ્ટારો થી લઈને બોલિવૂડ સેલિબ્રિટીઝ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તમામ લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *