ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં લોકસેવા અને પરોપકારી કાર્યો કરીને રસ્તા પર રહેતા નિરાધાર માનસિક અસ્વસ્થ જેનું કોઈ નથી એની વારે પોપટભાઈ આહીર પહોંચે છે એવા ઉમદા કાર્ય કરનાર પોપટભાઈ ને મેસેજ મળ્યો અમદાવાદ થી એક વ્યક્તિ શાસ્ત્રીનગર રોડ પર ખુબ ખરાબ હાલતમાં બેસી રહે છે પોપટભાઈ આહીર અમદાવાદ પહોંચ્યા.
તેમને શાસ્ત્રીનગરમાં આવીને એ વ્યક્તિની રૂબરૂ મુલાકાત કરતા જોયું કે તેમના ખૂબ જ મોટા વાળ વધી ગયેલા અને દાઢી પણ ખૂબ જ વધી ગયેલી કપડા એકદમ મેલા ડાટ ભરેલા અને તેમને જ્યારે પોપટભાઈએ પૂછ્યું કે તમારું નામ શું એમને પોતાનું નામ સુભાષચંદ્ર માળી કહ્યું અને પોતે અમદાવાદના જ રહેવાસી અને મહારાષ્ટ્ર થી.
આવેલા વર્ષો પહેલા એવું જણાવ્યું પોપટભાઈએ વધારે પુસતા કહ્યું કે તમારા પરિવારમાં કોણ છે ત્યારે એ વ્યક્તિએ કહ્યું કે મારો ભાઈ ગાંધીનગરમાં પોલીસ કમિશનર છે તેઓ આ દરમિયાન વારંવાર ત્યાંથી ઉઠી જતા હતા પરંતુ પોપટભાઈએ વિનંતી કરીને એમને બેસાડ્યા આજુબાજુના વ્યક્તિઓને પૂછતા જાણવા મળ્યુંકે આ વ્યક્તિની માનસિક હાલત ખરાબ છે.
અને તે બધી કહાનીઓ ખોટી બોલે છે પોપટભાઈએ સુભાષચંદ્રને પૂછ્યું તો તેને કહ્યું કે બાજુમાં જ મારો ફ્લેટ આવેલો છે અને ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે બધો જ સામાન મારો ફ્લેટમાં પડ્યોછે હું ખાલી આંટો મારવા માટે આવ્યો છું પોપટભાઈ આહીર સ્થાનિક અમદાવાદના પાટીદાર શો રુમ ચલાવતા અલ્પેશભાઈ પટેલ સાથે.
મળીને તે વ્યક્તિ ને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત સેન્ટર હોમ પર લાવ્યા પોપટભાઈ આહીરે પોતાના હાથે થી વાળ અને દાઢી કરી અને સુભાષચંદ્ર નામના આ વ્યક્તિ ને નવડાવી નવા કપડાં પહેરાવી તેમની સેન્ટર હોમમાં રહેવાની સગવડ કરાવી આપી અને જણાવ્યું કે અમે સૌરાષ્ટ્ર માં આવાં.
લોકોની મદદ કરીએ છીએ અને એમને અમારા ચેરીટેબલ ટ્રસ્ટ માં રહેવાની સગવડ પણ કરીએ છીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ખુબ સરસ કામગીરી છે આપ લોકો આગળ આવી થોડો સમય કાઢીને આપના આજુબાજુ રહેલા લોકોની જીદંગી બદલવાનો પ્રયત્ન જરુર કરજો અને એમને રાહ જરુર દેખાડજો.