દુનિયામાં દીકરી અને બાપનો સબંધ ખૂબ જ અલગ હોય છે જેમાં લાગણીઓ પવિત્ર પ્રેમ કરુણતા ના ભાવો આવરેલા હોય છે દીકરીની ખુશી એ પિતાની ખુશી હોય છે એક બાપ પોતાની દિકરીના બધા અભરખાઓ પુરા કરતા હોય છે લાડ પ્યારથી ઉછરીને દિકરીને ખુબ ભણાવે છે આને સાસરે મોકલતા જો સૌથી.
વધારે ખુણા માં બેસીને રડે તો એ દિકરીનો બાપ હોય છે દુનિયાનો સૌથી કરુણ પ્રસંગ દિકરીની વિદાય વખતે બાપના આખંમા આવેલા આંશુ હોયછે જે શબ્દો માં અભિવ્યક્ત કરતા પણ ટેરવા ધ્રુજી ઉઠે છે આંખો માં ઝળઝળીયા આવતા આ સંબંધને વર્ણન કરી શકાતા નથી આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક દિકરી અને બાપનો.
એક વિડીયો ખુબ જ વાઈરલ થયો છે જેમાં પોતાના પિતાને સ્વિગી નામક કોઈ કંપનીમાં જોબ મળતા તે પોતાના હાથમાં એ ટીર્સટ સાથે પહોંચે છે સ્કુલ ડ્રેસમાં રહેલી દિકરી બાપના હાથ માં એ ટીસર્ટ જોતા ઝુમવા લાગે છે અને પિતાને શુભેચ્છાઓ આપતા વળગી પડે છે દિકરીના ચહેરાનું હાસ્ય ખુશી જોઈ પિતા પણ ભાવુક થઈ પડે છે.
દિકરીના દરેક ઓરતાઓને પુરા કરતા બાપના આ વર્તનને જોઈ લોકો આ વિડીઓ પર ખુબ પ્રેમ વરસાવી રહ્યાછે આ વિડીઓ ને પુજા અંવતી નામના યુઝરે ઈન્સ્ટ્રાગ્રામ પર શેર કર્યો હતો જે જોતજોતામાં ખુબ ટ્રેડીગં માં આવી ગયો વિડીઓ પર બાપ દિકરીના ભાવો પર લોકો ખુબ લાઈક કમેન્ટ્સ કરી રહ્યા છે.