હોલીવુડ ફિલ્મ હેરી પોટર સીરીઝના ચાહકો માટે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે હેરી પોટર માં લાંબા કદનો કોટ પહેરી ફરતો હાથમાં ફાનસ અને હેરી પોટરને હંમેશા મદદ કરતા પોતાના દમદાર અભિનય થી લોકોનું દિલ જીતતા અભિનેતા રોબી કોલટ્રેનનુ અચાનક નિધન થયું છે તેમની ઉમંર 72 વર્ષ ની હતી.
રુબીયસ હેગ્રેડ હેરીપોટર નું એ પાત્ર હતું જે લોકોની સુનેહરી યાદો નો ભાગ હતો રોબી કોલટ્રેન છેલ્લા બે વર્ષથી સ્વાસ્થ્ય સંબંધી બિમારીઓ થી લડી રહ્યા હતા 14 ઓક્ટોબરના રોજ રોબી કોલટ્રેનનું સ્કોટલેન્ડના લાર્બર્ટમાં તેમના ઘરની નજીકની હોસ્પિટલમાં નિધન થયું હતું રોબી કોલટ્રેનની તબિયત બે ત્રણ દિવસથી ખરાબ હતી.
જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરની દેખરેખ હેઠળ રોબી કોલટ્રેનને સારવાર આપવામાં આવી રહી હતી પરંતુ શુક્રવારે એમનું હોસ્પિટલમાં જ દેહાતં થયું રોબી કોલટ્રેનના દેહાંત થી હોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે હેરી પોટર ફિલ્મમાં રોબી કોલટ્રેન દ્વારા ભજવાયેલ હેગ્રીડનું પાત્ર દર્શકોને આ પાત્ર ખુબ પસંદ આવ્યું હતું.
તેમને ઘણી ફિલ્મો અને ટીવી શોમાં યાદગાર અભિનય કર્યો હતો જેમાં હેરી પોટર ઉપરાંત રોબી કોલટ્રેને જેમ્સ બોન્ડ નેશનલ ટ્રેઝરી અને ટીવી શો ક્રેકરમાં શ્રેષ્ઠ અભિનય કર્યો હતો ચાહકો સોશિયલ મીડિયા પર રોબી કોલટ્રેનના અચાનક નિધન પર શોક અભિવ્યક્ત કરી રહ્યા છે પરમાત્મા એમની દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.