સમગ્ર રાજ્યમાં ગૌશાળા અને પાંજરાપોળને સરકારે જાહેર કરેલ 500 કરોડની સહાય ના અપાતા ગૌશાળા અને પાંજરાપોળ ના સંચાલકોમાં ખૂબ આક્રોશ જોવા મળી રહ્યો છે તેના વચ્ચે આખરી ચેતવણી ના ભાગરૂપે ડીસા અને બનાસકાંઠાના તમામ ગૌશાળા અને પાંજરાપોળ માંથી ઢોર.
છોડી મૂકતા પોલીસ દોડતી થઈ ગઈ હતી પોલીસે મોટી સંખ્યામાં બેરીકેટ્સ ગોઠવ્યા હતા અને સમગ્ર જિલ્લાની પોલીસ ગોઠવી હતી એ છતાં પણ ડીસા અને બનાસકાંઠાના પાજરાપોળની ગાયોને સરકારી કચેરીઓમાં અને શહેરોમાં ઘુસતા રોકી ના શક્યા હતા પોલીસે ઘણી મહેનત કરી હતી.
પરંતુ હજારો ગાયોનો કાફલો બેરીકેટ્સ તોડતા કચેરીઓમાં અને શહેર તરફ પહોંચી ગઈ હતી આ સમગ્ર ઘટના ના વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા જેને જોતા પ્રશાસન પણ ચિંતામાં મુકાયું હતું આવનાર સમયમાં સરકાર શું નિર્ણય કરેછે એ જોવું રહ્યું વાચકમિત્રો આ મામલે તમે શું કહેશો.