અનેક હિટ ફિલ્મોમાં એટલે કે સાંવરિયા ક્યૂંકી મેં જૂઠ નહીં બોલતા જેવી હિટ ફિલ્મો માં અને ઘણાબધા ટીવી શોમાં કામ કરી ચૂકેલી નુપુર અલંકાર વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે એમણે ટીવી ઇન્ડસ્ટ્રીઝમાં સારું યોગદાન આપ્યું છે હવે કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ 27 વર્ષના કરિયરને મૂકીને અલંકાર સન્યાસીનો રસ્તો પકડી લીધો છે.
પહેલા તો જણાવી દઈએ કે 49 વર્ષીય નુપુરે આ વર્ષે ફેબ્રુઆરીમાં ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી પરંતુ તેની વધુ માહિતી હવે સામે આવી છે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની છોડવા સાથે એક્ટરે મુંબઈ છોડીને હિમાલયમાં સ્થાયી થઈ ગઈ છે હવે તેઓ આધ્યાત્મિકતા અને માનવ સેવામાં પોતાનું જીવન વિતાવી રહી છે.
પોતાના ખર્ચને પહોંચી વળવા માટે તેણે મુંબઈમાં એક ઘર ભાડે આપ્યું હોવાનું પણ સામે આવ્યું છે નૂપુરના કેટલાક ફોટા સામેં આવ્યા છે જેમાં નૂપુરને ભગવા કપડામાં જોઈ શકાય છે ફોટો આવ્યા બાદ પહેલા તો લોકોને એવું લાગ્યું કે તેઓ કોઈ પાત્રના વેશમાં છે પરંતુ વાસ્તવિકતા બહાર આવી તો બધા ચોંકી ગયા કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ નૂપુરે.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાંથી નિવૃત થઈ ગઈ છે કરિયર સાથે પરિવાર અને સાંસારિક ઈચ્છાઓનો ત્યાગ કર્યો છે અને આધ્યાત્મિકતા નો રસ્તો અપનાવી લીધો છે નૂપુર અલંકારે એક ઇન્ટરવ્યૂમાં કહ્યુંકે મેં ફેબ્રુઆરીમાં જ નિવૃત્તિ લીધી હતી હું તીર્થયાત્રાઓમાં વ્યસ્ત છું અને પહેલાથી આધ્યાત્મિકતા તરફ મને ખુબ લગાવ રહ્યો છે.