સાઉથના સ્ટાર પોતાની આવનાર ફિલ્મ સાલાર ને લઈને ચર્ચામાં છે ફેન્સ ફિલ્મની બહુ સમયથી રાહ જોઈ રહ્યા છે એવામાં ફેન્સ માટે એક ખુશીના સમાચાર આવી રહ્યા છે કારણ ફિલ્મના મેકર્સ ફિલ્મને લઈને મોટી જાહેરાત કરવા જઈ રહ્યા છે પરંતુ ફેન્સને આ જાહેરાત માટે 15 ઓગસ્ટ સુધી રાહ જોવી પડશે.
15 મી ઓગસ્ટે આઝાદીના અવસર પર મેકર્સ દ્વારા સેલાર સંબંધિત મોટી જાહેરાત કરવામાં આવશે ફિલ્મના ફેન્સ તેના ટ્રેલર ની પણ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે ફિલ્મ સાલાર મોટા બજેટ ની ફિલ્મ છે ફેન્સ લાંબા સમયથી ફિલ્મને લઈને અપડેટ જોઈ રહ્યા છે એવામાં સાલાર ફિલ્મના નિર્માતાઓએ ટ્વીટ કરીને પોસ્ટર શેર કર્યું છે.
જેના પર એક લાબું લખાણ લખીને ફેન્સ ને જણાવતા લખ્યું પ્રભાસની આવનાર ફિલ્મ સાલાર વિશે 15 ઓગસ્ટે બપોરે 12 અને 58 મિનિટે એક મોટી જાહેરાત કરવામાં આવશે સાથે એક પોસ્ટર શેર કર્યું અને લખ્યું સાલાર ફિલ્મ માટે તૈયાર રહો તમારી જાણકારી માટે જણાવી દઈએકે આ ફિલ્મમાં પ્રભાસની સાથે શ્રુતિ હસન લીડ રોલમાં છે.
મીડિયા રિપોર્ટની માનીએ તો સાલાર ફિલ્મનું શૂટિંગ અત્યારે ચાલુ છે ગયા દિવસોમાં પણ સાલાર ફિલ્મના કેટલીક એક્શન શૂટિંગ સમયની ફોટો સામે આવતી હતી જણાવી દઈએ સાલાર ફિલ્મ આવતા વર્ષે 2023 માં રિલીઝ થશે સાલાર ફિલ્મ 200 કરોડના બજેટમાં બની રહી છે ફિલ્મે લઈને અત્યારથી દર્શકોમાં ખુબ ક્રેઝ જોવા મળી રહ્યો છે.