ગયા દિવસોમાં બૉલીવુડ એક્ટર રણવીર સિંહે નિવસ્ત્ર ફોટોશૂટ કરાવ્યું હતું તેને લઈને સોસીયલ મીડિયામાં તેનો વિરોધ નોંધાયો હતો જયારે કેટલાક એક્ટરે તેને સપોર્ટ પણ કર્યો હતો રણવીરે આ ફોટોશૂટ એક મેગેઝીન માટે કરાવ્યું હતું પરંતુ રણવીર સિંહની મુશ્કેલીઓમાં વધારો થઈ ગયો છે કારણ કે રણવીરને પોલીસનું તેડું આવ્યું છે.
હકીકતમાં રણવીર સિંહ સામે મહિલાઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગતા ફરિયાદ નોંધાઈ હતી લગાતાર વિરોધ બાદ મુંબઈ પોલીસે રણવીર સિંહને નોટિસ મોકલીને 22 ઓગસ્ટ પોલીસ સ્ટેશન બોલાવ્યા છે બોલીવુડ લાઈફની રિપોર્ટ મુજબ મુંબઈ પોલીસની એક ટીમ રણવીર સિંહના ઘરે.
નોટિસ આપવા ગઈ હતી પરંતુ રણવીર ઘરે હાજર ન હતો આ કારણે પોલીસ અભિનેતાને નોટિસ આપી શકી નથી રિપોર્ટ્સ અનુસાર હવે કદાચ પોલીસ ફરી ઘરે જઈને અભિનેતાને નોટિસ આપવાની કોશિશ કરશે અથવા તેને પોલીસ સ્ટેશન આવવા માટે મેઈલ પર નોટિસ મોકલશે હવે રણવીર સિંહની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.