નયનતારા સાઉથની જાણીતી એક્ટર છે અને તેઓ અને વિગ્નેશ શિવન તમીલ સિનેમાના સર્વશ્રેઠ ફિલ્મ નિર્માતા માંથી એક છે બંને કપલ પ્રોફેશન અને પોતાની લવલાઈફને લઈને ચર્ચામાં રહે છે લાંબા સમયથી કપલ એકબીજાને ડેટ કર્યા બાદ 9 જૂનના રોજ સાત ફેરા ફરીને જીવનભર એકબીજાના થવા જઈ રહ્યા છે.
આ બંને પહેલીવાર 2015 માં નાનુમ રાઉડી ધાન ફીલ્મના સેટ પર મળ્યા હતાજ્યાં વિજ્ઞેશે ફિલ્મને નિર્દેશિત કરી હતી જયારે નયન તારા લીડ એક્ટરમાં હતી વિગ્નેશના પિતા પોલીસ અધિકારી છે જયારે નયન તારા સાઉથની લોકપ્રિય મોટી એક્ટર છે જેમણે સાઉથમાં અનેક ગીત ફિલ્મો આપી છે અને બોલીવુડમાં પણ કામ કરી ચુકી છે.
જણાવી દઈએ નયન તારાનું વિગ્નેશ પહેલા સાઉથના એક્ટર પ્રભુ દેવા સાથે અફેર રહી ચૂક્યું છે બંનેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યું હતું પરંતુ આખરે અલગ થઈ ગયા છે તેના બાદ 2015 માં નયન તારા અને વિગ્નેશને ફિલ્મ નાનુમ રાઉડી ધાનમાં કામ દરમિયાન એકબીજાથી આંખો મળી હતી અત્યારે બંને 9 જૂનના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે.