વૃદ્ધાવસ્થામાં ભગવાન કોઈને દુઃખ ન આપે આ અવસ્થા ખૂબ જ નાજુક હોય છે જો સાથ સહકાર આપવા વાળા હોય તો થોડુંક સરળ બને છે નહીં તો દિવસો નરક જેવા બની જાય છે અહીં આપણે આવાજ એક વૃદ્ધ દાદી અને દાદાનો પરિચય લેવાના છીએ જેમની પોપટભાઈએ મદદ કરી.
કંચનબહેન પટેલના પતિનો એક સાઇડનો ધડ પેરેલિસિસ થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યાં તેમને એક મહિના જેટલું રાખવામાં આવેલ હતું ત્યારબાદ ઘરે લઈને આવ્યા તેમની સ્થિતિમાં કઈ ફરક નથી તે પથારીએ છે તે ઉભા નથી થઈ શકતા તેમની સારવાર દાદી કરે છે તેમને ભોજનમાં પ્રવાહી જ આપવામાં આવે છે તેમના માટે દાદીને ફળ ખરીદવા માટે પૈસા નથી તેમને દિવસમાં ૨-૨ કલાકે દૂધ નહીં તો ફળનો જ્યુસ આપવું પડે છે.
તેમના સગા સંબંધી કોઈ મદદરૂપ થઇ નથી શકતા કારણ કે તે પણ તેમનો ગુજરાન માંડ માંડ ચલાવે છે આ સંપૂર્ણ વાતની જાણ થતાં આ ફાઉન્ડેશનને કંચન બહેનની મુલાકાત લીધી ત્યારે તેમણે કહ્યું કે દાદા ઉઠી નથી શકતા તેમનો એક ધડ સંપૂર્ણ બંધ થઈ ગયું છે લોહીની અવરજવર નથી થઈ શકતી ડોક્ટરે કહ્યું છે કે તેમને ફળનો જ્યુસ પીવડાવવાનું છે પરંતુ મારા પાસે એટલા પૈસા નથી કે હું ખરીદી શકું આડોશી-પાડોશી થોડીક મદદ કરે છે જેથી હું લઈ આવું છું અને દાદાને પીવડાવું છું પોપટભાઈએ કહ્યું કે આ પરિસ્થિતિ નિર્માણ થયા પહેલા તમારી પરિસ્થિતિ કેવી હતી ત્યારે દાદીએ કહ્યું કે પહેલા પણ અમારા આવા જ દિવસો હતા.
પહેલા દાદા હીરાનું કામ કરતા હતા ત્યારે પણ અમેં માંડમાંડ ગુજરાન ચલાવતા હતા પરંતુ આ પરિસ્થિતિ ઉદ્ભવતા હવે ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ પડી ગયું છે ઘરમાં પૈસા જ નથી કે હું કંઈ ખરીદી શકું અને તેમને ખવડાવી શકું ત્યારે પોપટભાઈએ કહ્યું કે તમે ચિંતા ન કરશો અમારા ફાઉન્ડેશન દ્વારા તમને 12 મહિનાની રાશન કીટ આપવામાં આવશે અને જ્યાં સુધી તમારી પરિસ્થિતિ ઠીક નહીં થાય ત્યાં સુધી અમે આપતા રહીશું તમને આ મદદ અહેમદભાઈ તરફથી કરવામાં આવી છે અને તમને 10000 રૂપિયા પણ તેમની તરફથી આપવામા આવે છે અમે અહેમદભાઈનો દિલથી આભાર માનીએ છીએ તે અમારા ફાઉન્ડેશનને પણ મદદરૂપ થાય છે અને જરૂરિયાતમંદ વ્યક્તિને પણ મદદરૂપ થાય છે.