બૉલીવુડ એક્ટર કેટરીના કૈફ અને વિકી કૌશલે ગયા દિવસોમાં લગ્ન કરી લીધા તેના બાદ બોલીવુડનું ક્યૂટ કપલ આલિયા ભટ્ટ અને રણવીર કપૂરે લગ્ન કરી લીધા પરંતુ હવે વધુ એક કપલ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યું છે જણાવી દઈએ સાઉથની સ્ટાર 37 વર્ષની નયન તારા હવે લગ્ન કરવાં માટે કમર કસી લીધી છે.
વર્ષો સુધી ડેટિંગ બાદ નયન તારા હવે બોયફ્રેન્ડ અને ફિલ્મ મેકર વિગ્નેશ શિવન સાથે લગ્ન કરવા જઈ રહી છે પિન્કવીલાની રિપોર્ટ મુજબ નયનતારા અને વિગ્નેશ શિવન 9 જૂન 2022 માં રોજ તિરુમાલા તિરુપતિ મંદિરમાં લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે લગ્નની તારીખ સામે આવતાજ આ કપલના ફેન્સ ખુબજ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.
નયનતારાએ 70 વધુ સાઉથ ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ હવે 37 વર્ષની ઉંમર બાદ લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે જણાવી દઈએ આ કપલે ગયા વર્ષે જ સગાઈ કરી લીધી હતી આ બંને કપલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે તેઓ લાંબા સમયથી લિવઇનમાં રહ્યા બાદ હવે એકબીજાએ લગ્ન કરવાનો ફેંશલો કર્યો છે.