બોલીવુડના અન્ના સુનિલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટી અને ભારતીય ક્રિકેટર કે એલ રાહુલ સંબંધમાં છે બંને કપલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને મીડિયા રિપોર્ટ મુજબ બંને કપલ ટૂંક સમયમાં લગ્ન પણ કરી શકે છે થોડા દિવસો પહેલા ખબર એ પણ આવી હતી કે રાહુલ અને અથિયાએ 10 લાખના રેન્ટ પર મકાન લીધું છે.
પરંતુ હવે ઈ ટાઈમ્સની રિપોર્ટ મુજબ કેએલ રાહુલ અને અથિયા શેટ્ટીએ મુંબઈની પાલી હિલની એક બિલ્ડિંગમાં એક ફ્લોર પણ ખરીદ્યો છે અત્યારે રાહુલ ત્યાં સુધી ભાડાના મકાનમાં જ રહશે જ્યાં સુધી એમનું નવું પાલી હિલ વાળું ઘર તૈયાર ન થઈ જાય તે ઘરને કેએલ રાહુલની સાસુ એટલે કે અલીથાની માં માના શેટ્ટી આ ઘરને ડિઝાઇન કરશે.
જણાવી દઈએ આ એપાર્ટમેન્ટ રણવીર કપૂર અને આલિયા ભટ્ટના વાસ્તુ એપાર્ટમેન્ટથી માત્ર 2 બિલ્ડીંગ દૂર છે બતાવવામાં આવી રહ્યું છેકે આ ઘરને સુનિલ શેટ્ટીએ પુત્રી અલીથા માટે ખરીદ્યું છે અને એ પણ કહેવાઈ રહ્યું છેકે આ ઘરને કેએલ રાહુલે પણ ખરીદ્યું છે ઘરને જોવા સુનિલ શેટ્ટીની પત્ની માના શેટ્ટી પણ આવી ચુક્યા છે.