બોલીવુડના કેટલાંય એક્ટર અત્યારે તંબાકુની એડ બનાવનાર કંપનીઓમાં ખુબ જોવા મળી રહ્યા છે તેના કારણે એક્ટરોએ ફેન્સના ગુસ્સાનો શિકાર પણ થવું પડે છે પરંતુ આ કંપનીઓ આગળ મોટી રકમ જોઈને એક્ટર એમની આગળ નમી રહ્યા છે ગયા દિવસોમાં અજય દેવગણ અને શાહરૂખ બાદ અક્ષય કુમારે પણ.
વિમલ કંપનીનો હાથ પકડી લીધો અને તેઓ પણ એમની ઈલાયચી વાળી એડમાં જોવા મળ્યા અક્ષયના આ એડ બાદ એકવાર ફરીથી બહેસ શરૂ થઈ ગઈ અને લોકો કહેવા લાગ્યા કે આખરે કેમ સ્ટાર તમ્બાકુ વેચનાર કંપનીઓ આગળ સમજોતા કરવા લાગ્યા પરંતુ આ મામલે અજય દેવગણ પહેલીવાર સામે આવ્યા છે.
અને એમણે કહ્યું છેકે જો કોઈ વસ્તુ આટલી જ નુક્શન કારણ છેતો તેને વેંચાવું જ નહી જોઈએ હકીકતમાં અજય દેવગણ જ સૌથી પહેલા વિમલ સાથે જોડાયા હતા એમણે કંપની સાથે ગુટખાની એડ પણ કરી હતી પરંતુ ટ્રોલ થયા બાદ એ એડને હટાવી દેવામાં આવી અને વિમલ ઈલાયચીની એડ કરવામાં આવી પરંતુ તેમ છતાં પણ અજય લોકોના નિશાને બનેલ છે.
એમના પર ખુબજ મીમ બને છે અને મજાક બનાવાય છે હવે આજ્તકને આપેલ ઇન્ટરવ્યૂમાં અજય દેવગણે કહ્યું આ પર્સનલ પસંદ છે જયારે તમે કોઈ એડ કરો છો ત્યારે તમે જોવો છોકે આનું નુકશાન કેટલું થશે હું ખુદ માટે એજ કહીશકે હું ઈલાયચીની એડ કરું છું માનું છુકે વાંધો એડમાં નથી જો કોઈ વસ્તુ એટલી ખરાબછે તો વેચાવી ન જોઈએ.