હમણાં થોડા દિવસ થી સોસિયલ મીડિયા માં એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે એમાં એક યુબતી સાડી પહેરીને જવા બદલ રેસ્ટોરન્ટમાં એન્ટ્રી મળતી નથિ જે દેશ માં સાડી એજ ભારતીય પહેરવેશ ની ઓળખ કહેવાય છે ત્યારે આ હોટેલ માં રોકવામાં આવતા આ વાત ચર્ચા નો વિષય બની ગઈ છે ખરેખર સરમજનક વાત કહેવાય સાડી પહેરીને એન્ટ્રી ના આપવી. આ વીડિઓ વાઈરલ થતા યુઝરો એ હોટેલ સ્ટાફ વિરુદ્ધ ઘણી કોમેંટ કરી છે આ ઘણા છે નવી દિલ્હી ની એક હોટેલ ની
એક યુવતી હોટલ માં સાડી પહેરીને ગઈ હતી ત્યારે હોટલ સ્ટાફ એ કહ્યું હતું કે તે ‘સ્માર્ટ કેઝ્યુઅલ’ કપડાંની શ્રેણીમાં આવતું નથી. આ ઘટનાને કારણે રેસ્ટોરન્ટ લોકોના નિશાના પર આવી ગયું છે. તે જ સમયે, રેસ્ટોરાંએ સ્પષ્ટતા કરી છે અને દાવો કર્યો છે કે આ ઘટનાને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે. રેસ્ટોરાંએ કહ્યું, “સંસ્થા ભારતીય સમુદાયોનું સન્માન કરવામાં માને છે અને તમામ પ્રકારના આધુનિક અને પરંપરાગત પોશાકમાં આવતા મહેમાનોનું સ્વાગત કરે છે.”
એક ફેસબુક પોસ્ટમાં અનિતા ચૌધરીએ આરોપ લગાવ્યો હતો કે રવિવારે તેને અંસલ પ્લાઝામાં એક્વિલા રેસ્ટોરન્ટમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. રેસ્ટોરાંએ કહ્યું, “અત્યાર સુધી અમે શાંત અને ધીરજથી પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ જે 19 સપ્ટેમ્બરે એક્વિલામાં બનેલી ઘટનાના સંદર્ભમાં છે.” જેમાં યુવતીનું નામ કઈ લાઇન માં છે એ ચેક કરવા ઉભા રાખ્યા હતા અને આ બનાવ બન્યો હતો જ્યારે યુવતીએ પણ હોટલ સ્ટાફને લાફો માર્યો હતો. રેસ્ટોરન્ટના જણાવ્યા મુજબ, ચૌધરીએ શેર કરેલી સાડી કોઈ “સ્માર્ટ કેઝ્યુઅલ” વસ્ત્રો નથી એવી ટિપ્પણી પરિસ્થિતિને સંભાળતી વખતે કરવામાં આવી હતી અને એક્વિલાએ તેના માટે માફી પણ માંગી છે.