Cli

90ના દશકના લોકપ્રિય અભીનેતા ગોવિંદાએ આખરે કેમ આ સ્ટાર સાથે કામ ક્યારેય ન કર્યું…

Bollywood/Entertainment Story

90 ના દશકામાં ગોવિંદા જેવી લોકપ્રિયતા કોઇને નથી મળી અને 90ના દશકામાં ગોવિંદાએ જે લોકપ્રિયતા મેળવી એમની આગળ મોટામાં મોટા સ્ટાર ફેલ નજર આવ્યા ગોવિંદાએ કેટલાય સ્ટારો સાથે કામ કર્યું પરંતુ કેટલાક એવા પણ કલાકારો રહ્યા છે જેમની સાથે ગોવિંદાએ ક્યારેય કામ ન કર્યું આજે આપણે એ બાબતે ચર્ચા કરીશું.

આ લિસ્ટમાં પહેલું નામ શાહરુખ ખાન આવે છે શાહરૂખે 90 ના દશકામાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી પરંતુ ગોવિંદા અને શાહરુખ સાથે કામ ન કરવાનું પણ કારણ એક શબ્દ હતો એક ઇન્ટરવ્યૂમાં શાહરૂખે કહ્યું હતું કે જેવી એકટિંગ ગોવિંદા કરે છે તેવી તેઓ ક્યારેય નહીં કરી શકે આ વાતથી ગોવિંદા નારાજ થઈ ગયા.

શાહરૂખથી વાત કરવાનું પણ બંદ કરી દીધું હતું શાહરૂખે પાછળથી માફી માંગી હતી જયારે બીજા નંબર અજય દેવગણ હતા બનેંની જોડી ફિલ્મોમાં ક્યારેય ન જોવા મળી એ સમયે ગોવિંદા લીડ એક્ટર તરીકે કામ કરતા પરંતુ અજય દેવગણ પણ પોતાનું કરિયર બનાવવા માટે એમનાથી અલગ ફિલ્મો કરતા લીડ એક્ટર તરીકે કામ કરવા લાગ્યા તેને લઈને સાથે કામ ન કરી શક્યા.

અમીર ખાન અને ગોવિંદાની ફિલ્મ સાથે ન બની શકી આમિર ખાને એક ઇન્ટરવ્યૂમાં ગોવિંદાની આંખે ફિલ્મની મજાક ઉડાવતા કહ્યું હતું એમાં તો વાંદરો હતો અને વાંદરાનો અભિનય મને પસંદ આવ્યો અહીં અમીરે ગોવિંદાના અભિનય મજાક ઉડાવી હતી આ વાતની ગોવિંદને ખબર પડી તો આમીરથી તેઓ બહુ નારાજ થઈ ગયા હતા.

સની દેઓલ સાથે ફિલ્મ ન કરવાનું કારણ સની દેઓલ એક્શન ફિલ્મો કરતા હતા જયારે ગોવિંદા કોમેડી ફિલ્મો એવામાં બંનેને કોઈ ફિલ્મમાં કાસ્ટ કરવા ડાયરેક્ટર માટે મુશ્કેલ હતું તેથી એમની સાથે ફિલ્મ ક્યારેય ન બની શકી જયારે કાજોલ દેવગણ અને ગોવિંદા પણ કમનસીબે સાથે કામ ન કરી શક્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *