રામાનંદ સાગરે જયારે રામાયણનું નિર્માણ કર્યું હતું ત્યારે બિલકૂલ અંદાજો ન હતો કે એમની સિરિયલ આટલી લોકપ્રિય થશે 90 ના દશકામાં રામાયણને દૂરદર્શનમાં પ્રસારિત કરવામાં આવી જેને લોકો દ્વારા ખુબજ પસંદ કરવામાં આવતી રામાયણની લોકપ્રિયતા આજે પણ જોવા મળે છે લોકડાઉંન દરમિયાન પણ પ્રસારિત કરવામાં આવી હતી.
રામાયણ ના દરેક પાત્રો પણ ખુબ લોકપ્રિય બન્યા હતા રામાયણનું પાત્ર નિભાવનાર અરુણ ગોવિલ હોય કે પછી લક્ષમણના પાત્રમાં સુનિલ લહેરી કે પછી હનુમાનનું પાત્ર નિભાવનાર દારા સીંગ લગભગ દરેક કલાકારોએ લોકપ્રિયતા મેળવી અરુણ ગોવિલને એટલી લોકપ્રિયતા મળી કે એમને લોકોઓ ભગવાન રામની જેમ પૂજવા લાગ્યા.
પરંતુ એમને મોટા પડદે જોઈએ તેવી સફળતા ન મળી ટીવી સીરિયલમાં કોઈ એક્ટર આટલો લોકપ્રિય હોય તો તેને બોલીવુડમાં સારું કામ અને સારું નામ મળે છે પરંતુ અરુણ ગોવિલ સાથે એવું કેમ ન થયું તેને લઈને એમણે એક ઇન્ટરવ્યૂમાં અરુણે જણાવ્યું કે રામનું પાત્ર નિભાવીને એમને ઘરે ઘરે ઓળખાણ મળી પરંતુ એમને ફિલ્મોમાં કામ મળવાનું બંદ થઈ ગયું હતું.
એજ જુના ઇન્ટરવ્યૂમાં અરુણ ગોવિલે પોતાના કરિયર વિશે વાત કરતા કહ્યું હતુંકે મેં મારા કરિયરની શરૂઆત હિન્દી ફિલ્મોથી કરી હતી પછી મને રામાનંદ સાગર તરફથી રામાયણમાં કામ કરવાનો મોકો મળ્યો હતો મને રામનું પાત્ર મળ્યું હતું પરંતુ રામનું પાત્ર નિભાવ્યા બાદ ફરીથી બૉલીવુડમાં આવવાનું વિચાર્યું ત્યારે.
ફિલ્મ મેકર અને નિર્દેર્શક મને કહેતા હતા કે મારી છબી હવે રામની થઈ ગઈછે જે બહુ મજબૂત બની ગઈ છે અમે તમને બીજા કોઈ રોલ માટે કાસ્ટ નહીં કરી શકીએ અને નહીં તમને સપોર્ટિંગ રોલ આપી શકીએ તે મારા કરિયરનો સૌથી માઇનસ પોઇન્ટ હતો જયારે એક બાજુ મને રામના પાત્રથી લોકોએ એટલો પ્રેમ આપ્યો.
ત્યારે બીજું બાજુ એ પાત્રથી મારુ કરિયર થોભી ગયું હતું તેની પાછળનું તર્ક એ હતું કે અરુણ ગોવિલ રામની જેમ લોકો પૂજવા લાગ્યા હતા જો કોઈ પણ નિર્માતા નિર્દેર્શક ફિલ્મોમાં કોઈ બીજું પાત્ર આપતું તો કદાચ એમના પર બીજું પાત્ર એમના પર ફિટ ન બેસતુ કારણ કે અરુણ ગોવિલ રામની છબીમાં દરેક લોકોના મનમાં વસી ગયા હતા.