મિત્રો અત્યારે ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મનો કેવો ક્રેઝ છે તમે એ સારી રીતે જાણોજ છો ફિલ્મ પુરા ભારતમાં નંબર વન ફિલ્મ બની ચુકી છે દરેક વિવેક અગ્નિહોત્રીના આ કામની પ્રસંસા કરી રહ્યા છે જ્યારથી આ ફિલ્મ બની છે એવામા કેટલાક બોલીવુડના સ્ટાર પર લોકો નિશાન સાધી રહ્યા છે કારણ કેમ ફિલ્મ પર પોતાની.
પ્રતિક્રિયા નથી આપી રહ્યા કેટલાય એક્ટર આ ફિલ્મ પર પોતાની પ્રતિક્રિયા આપી ચુક્યા છે પરંતુ હવે આ બૉલીવુડ એક્ટર માંથી જોન અબ્રાહમનું પણ નામ સામે આવ્યું છે જોન અબ્રાહમ આમ તો કેટલીયે દેશભક્તિ ફિલ્મો બનાવે છે સત્ય મેવ જયતે જેવી કેટલીયે ફિલ્મો બનાવી ચુક્યા છે જેમાં તેઓ દેશભક્તિનું પાત્ર નિભાવતા જોવા મળે છે.
પરંતુ હજુ સુધી જોબ અબ્રાહમ તરફથી આ ફિલ્મને લઈને કોઈ પ્રતિક્ર્યા આવી નથી જણાવી દઈએ જોન અબ્રાહમ બોલીવુડમાં એક સીધા એક્ટર છે આપણે જોઈએ છીએ કે જયારે પણ કોઈ ફિલ્મ રિલીઝ થાય છે ત્યારે પોતાની કોઈ પ્રતિક્રિયા આપતા નથી કોઈ પણ ફિલ્મ પર પ્રતિક્રિયા ન આપવી એમની ટેવ છે.
પરંતુ ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ એવી છેકે જેમાં કાશ્મીરી પંડિતો પર થયેલ અત્યાચાર બતાવાયો છે અત્યાર સુધી આ ઘટનાથી બધા અજાણ હતા પરંતુ ફિલ્મ રિલીઝ થયા બાદ લોકોને સચ્ચાઈ જાણવા મળી અત્યારે લોકો આ ફિલ્મ તરીકે નહીં પરંતુ પોતાના સાથે થયેલ અન્યાયનો ઇતિહાસ સમજી જોઈ રહ્યા છે.