Cli

ધ કાશ્મીર ફાઈલ બની દેશની નંબર વન ફિલ્મ અક્ષય કુમાર જેવા મોટા સ્ટારને પાછળ છોડયા…

Bollywood/Entertainment Breaking

કાશ્મીરી પંડિતો પર બનેલ ધ કાશ્મીર ફાઈલથી પૂરું બોલિવુડ ડરેલ છે કંગના રાણાવત શિવાય એકપણ સ્ટારે ફિલ્મ વિશે એકપણ શબ્દ નથી કહ્યો કપિલ શર્માના શોએ પણ આ ફિલ્મના પ્રમોશન માટે ના પાડી દીધીછે આ ફિલ્મે સાઉથથી લઈને બૉલીવુડ સુધીની તમામ ફિલ્મોને પાછળ છોડી દીધી છે.

દુનિયાભરની ફિલ્મોની રેટિંગ આપનાર વેબસાઈટ આઈએમ ટીવીએ એક લિસ્ટ જાહેર કર્યું છે જેમાં ભારતમાં ટોપ ટ્રેંડમાં રહેનાર ફિલ્મોનું લિસ્ટ બહાર પાડ્યું છે જેમાં બચ્ચન પાંડે ત્રીપલ આર અને કેજીએફ ટુ જેવી પણ ફિલ્મો છે અહીં નવાઈની વાત એ છેકે પહેલા નંબરે ધ કાશ્મીર ફાઈલ ફિલ્મછે આ એજ ફિલ્મ છે જેના.

વિશે લોકો અત્યારે સૌથી વધુ સર્ચ કરી રહ્યાછે ધ કાશ્મીર ફાઈલને અત્યારે સૌથી વધુ લોકો સર્ચ કરી રહ્યા છે જેમાં એ ફિલ્મને 35 ટકા લોકો સર્ચ કરી રહ્યા છે જયારે નંબર બીજા પર પ્રભાસની રાધેશ્યામ છે જેને 16 ટકા લોકો સર્ચ કરી રહ્યા છે જયારે નંબર ત્રણ પર સાઉથની આરઆરઆર ફિલ્મ છે જયારે નીચે અન્ય સાઉથ અને બૉલીવુડ ફિલ્મ છે.

આ લિસ્ટમાં બોલીવુડની ફિલ્મો નંબર 6 પછી શરૂ થઈ રહી છે અક્ષય કુમારની ફિલ્મ બચ્ચન પાંડે નંબર 6 પર છે પ્રભાસ રામચરણ જુનિયર એનટીઆર અને યશ જેવા સ્ટારની ફિલ્મોના પાછળ છોડીને ધ કાશ્મીર ફાઈલે એક નંબરમાં જગ્યા બનાવી છે ઓછા બજેટની ફિલ્મ છતાં આ ફિલ્મ અત્યારે સર્ચમાં ટોપ પર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *