હજુ પણ ભારતના ઘણા ભાગોમાં લોકો પ્રેમ લગ્નને ટેકો આપતા નથી તેમને રંગ કાસ્ટ અથવા ધર્મ સંબંધિત સમસ્યાઓ હશે ભાવનાબેન ચૌહાણ સાથે પણ આવું જ થયું છે જે હવે કમનસીબે વિધવા છે તેમના પતિ દીપકભાઈએ એક મકાનમાંથી બેભાનપણે પડ્યા બાદ મૃત્યુ થયુ હતું ભાવનાબેન તેની બે નાની દીકરીઓ ખુશી અને નિધિ સાથે રહે છે ભાવના બેનની આર્થિક સ્થિતિ એટલી ખરાબ હતી કે તેઓ ઘણા દિવસો સુધી ખાધા વગર સૂઈ જતા હતાં.
ભાવનાબેન અને દીપકભાઈએ લવ મેરેજ કર્યા હતા અને જેના કારણે દીપક અને ભાવના બંનેના માતા-પિતાએ તેમને છોડી દીધા હતા જ્યારે દીપક સાથે આ સર્જાયું તયારે 5 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે પણ કોઈ તેની મુલાકાત લેવા આવ્યુ ન હતું અને કોઈ તેની અંતિમ વિધિ માટે પણ આવ્યો ન હતો ભાવના બહેને એકલા હાથે બધુ કર્યું ભાવના બેનના સાસુએ કહ્યું કે દીપકના મૃત્યુ પછી અમારો તમારી સાથે કોઈ સંબંધ નથી અને તમે તમારી શરતો પર તમારું જીવન જીવી શકો છો.
જ્યારે પોપટભાઈને આ વાતની ખબર પડી ત્યારે તેમણે તેણીને તેમજ અન્ય લોકોને સલાહ આપી કે તમે પ્રેમલગ્ન ત્યારે જ કરો જ્યારે તમારા માતાપિતા સંમત થાય અને જો તેઓ સહમત ન હોય તો આપણે આવા પગલા ન લેવા જોઈએ કે જેમાં કડક અસર થઈ શકે તે પછી પોપટભાઈ ભાવનાબેનને કરિયાણાની દુકાનમાં તેમને આખા મહિનાનું રાશન ખરીદવા માટે લઈ ગયા કારણ કે તેમની પાસે કરિયાણા ખરીદવા માટે પૈસા નહોતા અને પોપટભાઈ તેમની સ્થિતિ સુધરે ત્યાં સુધી તેમને રાશન આપશે આ સાથે પોપટભાઈ પણ દીકરીના અભ્યાસનું ધ્યાન રાખશે.