રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં એક ભારતીય વિધાર્થીને ગો!ળી વાગ્યાના સમાચાર સામે આવ્યા છે વિદેશ મંત્રાલય તરફથી પણ બયાન જાહેર કરીને વિધાર્થીનું ગો!ળી વાગવાથી નિધન થયું તેની પુષ્ટિ કરવામાં આવી છે મંત્રાલયના પ્રવક્ત્તા આનંદ નમચીએ જણાવ્યું કે તેઓ વિધાર્થીના પરિવાજનોના સમ્પર્કમાં છે.
અને યુક્રેનમાં ફસાયેલા તમામ ભારતીયોને પાછા લાવવાના પ્રયાસો કરી રહ્યા છે વિદેશ મંત્રાલયના પ્રવક્તા આનંદ નમાચીએ ટવીટ્માં કહ્યું કે બહુ દુઃખ સાથે જણાવવું પડે છે આજે સવારે યુક્રેનમાં થયેલા ગો!ળીબારમાં એક ભારતીય વિધાર્થીએ જી!વ ગુમાવ્યો છે અને અમે વિધાર્થીના પરિવાના સંપર્કમાં છીએ.
અમે પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ વધુમાં જણાવ્યું કે અમે લગાતાર રશિયા અને યુક્રેનના રાજદૂતોથી ભારતીયોને સુરક્ષિત નીકળવાની માંગ કરી રહ્યા છીએ જેઓ યુક્રેનમા અલગ અલગ સ્થળો પર છે એજ કાર્યવાહી યુક્રેન અને રશિયામાં ભારતીય રાજદૂતો દ્વારા કરવામાં આવી રહી છે જણાવી દઈએ.
મૃતક વિધાર્થીનું ટવીટમાં નામ નથી જાહેર કર્યું પરંતુ ન્યુઝ રિપોર્ટ મુજબ વિધાર્થીનું નામ નવીન હોવાનું જાણવા મળ્યું છે તેઓ 21 વર્ષની ઉંમરના હતા તેઓ ભારતના કર્ણાટક રાજ્યના રહેવાસી હતા નવીન જયારે જમવાનું બહાર લેવા ગયો ત્યારે તમન પર ગો!ળીબાર થતા નિધન થયું છે ભારતીય વિધાર્થીનું નિધન થતા પરિવાર શોકમાં છે.