દેશ વિદેશમાંથી અકસ્માતની ખબરો સામે આવતી રહે છે એ વચ્ચે તાજેતરમાં આફ્રિકન દેશ સેનેગલમાં ખૂબ જ મોટી દુર્ઘટના ઘટી છે દેશમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે બે બશો વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે જેમાં 40 લોકોના મોત થયા છે મિડીયા રીપોર્ટ અનુસાર આ ઘટના.
કેફરીન શહેરની નજીક બની છે કેફરીન શહેરના ગનીબી ગામમા નેશનલ રોડ 1 પર આ બંને બશો એક બીજા ની બાજુમાંથી પસાર થતા એક બશ નું ટાયર ફાટી જતા પુરપાટ ઝડપે આવતી બીજી બશ સાથે જોરદાર ટકરાવ થયો હતો અને બશ પલટી જવા પામી હતી આ ઘટના વિશે ઈમરજન્સી.
ઓફીસર શેખ ફોલે જણાવ્યું હતું કે આ ઘટના માં 40 લોકોના મો!ત થયા છે અને 87 લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા છે જેમાં થી ઘણા લોકોની હાલત એકદમ નાજુક છે ઘણાના હાથ પગ અને માથાના ભાગે ઇજાઓ પહોંચી છે જેઓ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે આ ઘટના બાદ સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો હતો.
સેનેગલ દેશના રાષ્ટ્રપતિ મેકી સૈલે આ ઘટના વિશે દુઃખ વ્યક્ત કર્યું હતુ અને જણાવ્યું હતું કે આ ઘટના પર હું ખૂબ જ દુઃખી છું મૃતક લોકોને શ્રદ્ધાંજલિ સાથે પીડિત ઇજાગ્રસ્ત પરિવારો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું ઘાયલો જલ્દીથી સ્વસ્થ થઈ જાય એવી હુ પ્રાર્થના કરું છું ગનીબી ગામમા વહેલી સવારે સાડા ત્રણ ના સુમારે આ ઘટના બની હતી.
સેનેગલ માં આવી ઘટનાઓ ખુબ સામે આવે છે સેનેગલ માં માર્ગ મુસાફરી કરવી ખુબ જ જોખમી છે મીડિયા રિપોર્ટ અનુસાર જેનીગલના રસ્તાઓ ખૂબ જ ખરાબ છે જેના કારણે અવારનવાર અહીં અકસ્માતો સર્જાતા રહે છે સાલ 2020 માં પણ એવી જ ઘટના સામે આવી હતી જેમાં એક બશ એક કાર સાથે ટકરાઈ હતી અને જેમાં.
16 લોકોના મો!ત થયા હતા અને 15 લોકો ઘાયલ થયા હતા તાજેતરમાં બનેલી ઘટના બાદ રાષ્ટ્રપતિ મેકી સૈલે સેનેગલ માં ત્રણ દિવસ રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે આફ્રીકન દેશ સેનેગલ માં આ દિવસોમાં વેપાર ધંધા ઠપ રહે છે અને લોકો આ શોકના દિવસોમાં મૃતકો ને શ્રધ્ધાંજલી આપે છે એવી માહીતી સામે આવી છે.