આજના સમયમાં સમલૈંગિક સંબંધો ખુબ વધવા લાગ્યા છે આને તેઓ પોતાના પ્રેમને જગજાહેર કરતા પણ હવે શરમાતા નથી એવો જ એક કિસ્સો પ્રકાશમાં માં આવ્યો છે જે બંને છોકરીઓ નો સંબંધ 2017 માં ટીકટોકથી સ્થાપીત થયો પાયલ અને યશવીકા નામની આ છોકરીઓએ એકબીજા સાથે વાતચીત શરૂ કરી અને વોટ્સએપ મા.
કલાકો સુધી ચેટ કરતા વિડીયો કોલમાં એકબીજા થી વાત કરતા બંને વચ્ચે પ્રેમ સંબંધો બંધાયા અને 2018 માં તેઓ એકબીજા ને મળવા પહોંચ્યા પાયલે જણાવ્યું કે એ સમયે હું લુધીયાના માં નોકરી કરતી હતી અને યશવીકા નૈનીતાલ માં કામ કરતી હતી તેઓ મળવા માટે એકબીજાના શહેરમાં જતા હતા આ દરમિયાન લોકડાઉન આવતા.
તેમની મુલાકાતો ઓછી થઈ બંનેના પરીવાર ને આ વાત જણાવતા તેઓ ખુબ પ્રયત્ન થકી આ વાત સમજવા રાજી થયા અને લોકડાઉનમા બંને એક સાથે રહેવા લાગી અને એ દરમિયાન તેમણે એક યુ ટ્યુબ ચેનલ પણ ચાલુ કરી તે બંને પોતાના વિડીઓ અપલોડ કરવા લાગી જેમાંથી તેમને ખુબ સફળતા મળી તેમની યુટ્યુબ માંથી.
કમાણી પણ થવા લાગી પોતાની જીદંગીના તમામ કિસ્સા પણ યુ ટ્યુબ પર શેર કરવા લાગી આ દરમિયાન ઓક્ટોબર 2022 માં પાયલ અને યશવીકા નામની આ બંને છોકરીઓએ લગ્ન કર્યા અને લગ્ન નો વિડીઓ પણ યુ ટ્યુબ માં અપલોડ કર્યો સાથે તેમણે એકબીજા સાથે જીદંગી વિતાવવાનો સંકલ્પ કર્યો છે.
તેઓ મુબંઈ આવી ગયા છે રહેવા માટે પોતાના લગ્ન દરમિયાન પાયલે શેરવાની પહેરી હતી તો યશવીકા એ ચણીયાચોળી આ બંનેના લગ્ન હીન્દુ ધર્મ ના રીતી રીવાજો અનુસાર પુર્ણ થયા જોકે ધર્મ અને સમાજમા આ પ્રકારના લગ્ન ને મંજુરી આપવામાં નથી આવતી એ છતાં પણ બંને એ લગ્ન કર્યા છે.
અને તેઓએ જણાવ્યું હતું કે સમાજ અને લોકો અમારા પ્રેમને સ્વિકારે એવી આશા રાખીએ છીએ પ્રેમ મહત્વ નો છે જે કોઈપણ મનુષ્ય સાથે થાય છે ભલે એ છોકરી હોય કે છોકરો પરંતુ લાગણીઓ જરુરી છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ કરીને જરુર જણાવજો.