બોલીવુડના સુપરસ્ટાર એક્ટર શાહરુખ ખાનનું ઘર મન્નત આગળ હાલમાં નવી લગાવેલ નેમપ્લેટ ગાયબ જોવા મળી રહી છે ગયા દિવસોમાં જ શાહરૂખે પોતાના ઘરની નેમપ્લેટ બદલી હતી જેની સોસીયલ મીડિયામાં ખુબ ચર્ચાઓ થઈ હતી હવે શાહરૂખના ઘરની બહાર લાગેલ આ નેમપ્લેટ નથી જોવા મળી રહી.
મીડિયા રિપોર્ટ મુજબ મન્નત નામ લખેલી આ નેમપ્લેટની કિંમત 25 લાખ બતાવાઈ રહી હતી અત્યારે કિંગ ખાનના ઘરે જોવા નથી મળી રહી ગયા મહિને જ શાહરૂખના ઘરની બહાર જોવા મળેલ નેમપ્લેટ ફેન્સે નોટિસ કરી હતી કિંગ ખાનની આ નંબર પ્લેટ ત્યારે હતી પરંતુ હવે ફેન્સ નોટિસ કરી રહ્યા છેકે શાહરૂખના ઘરની બહાર જોવા મળેલ નામ પ્લેટ નથી.
આ નંબર પ્લેટ કોઈએ ગાયબ કરી છેકે શાહરૂખના કહેવા પર તેને હટાવામાં આવી છે તેનો હજુ કોઈ ઉલ્લેખ થયો નથી મુંબઈના બાંદ્રામાં આવેલ શાહરુખનું ઘર કોઈ ટુરિસ્ટથી ઓછું નથી લાખો ફેન્સની ભીડ શાહરૂખના ઘરની બહાર ઘણીવાર જોવા મળે છે મન્નત બંગલોમાં શાહરુખની એક ઝલક જોવા ફેન્સ એકઠા થાય છે.
એવામાં કેટલાય ફેન્સે નોટિસ કર્યું કે શાહરૂખના ઘરની બહાર લાગેલ મન્નત નામની નેમપ્લેટ ગાયબ છે સોસીયલ મીડિયામાં વિડિઓ અને તસ્વીર મૂકીને ચર્ચા કરી રહ્યા છેકે આખરે નેમ પ્લેટ ગઈ ક્યાં અને શાહરૂખે જ હટાવી હોયતો શા માટે હટાવવી પડી હાલમાં વાતને લઈને સોસીયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.