Cli

24 વર્ષના સબંધનો અંત લાવ્યો ખાન પરિવારની આ વહુએ…

Bollywood/Entertainment Breaking

સલમાન ખાનના પરિવાર માંથી એક હોશ ઉડાવી દે તેવી ખબર સામે આવી છે ખબર એ છેકે સલમાન ખાનના ભાઈ સોહેલ ખાન અને સીમા છુટાછેડા લઈ જવા રહ્યા છે તેઓ પોતાના 24 વર્ષના લગ્ન જીવનનો અંત લાવવા જઈ રહ્યા છે હકીકતમાં આજે સોહેલ અને સીમાને મુંબઈની ફેમિલી કોર્ટની બહાર જોવા મળ્યા.

એટલુંજ જ નહીં મીડિયા રિપોર્ટ મુજબ આજે બંનેએ છૂટાછેડાની અરજી ફેમિલી કોર્ટમાં નાખી છે અને કોર્ટમાં પણ બંને એ રોતે વ્યવહાર કરતા જોવા મળ્યા કે જાણે કોઈ ન મિત્ર હોય જણાવી દઈએ સોહેલ અને સીમાના 2 પુત્રો છે જેમાં પહેલા પુત્રનો જન્મ 2000 માં થયો હતો જયારે બીજા પુત્રનો જન્મ 2016 માં થયો હતો.

2017 માં પણ મિડિયામાં રિપોર્ટ આવ્યો હતો કે સીમાં અને સોહેલ બંને અલગ રહી રહ્યા છે અને બાળકો પણ બંને જોડે અલગ અલગ સમય વિતાવતા જોવા મળે છે મતલબ કે બંને પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી તકરાર હોઈ શકે અત્યારે સલમાન ખાનના પરિવારમાં એક પણ વહુ બચી નથી અરબાઝ ખાને 2017માં.

મલાઈકા અરોડાથી છૂટાછેડા લીધા હતા મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છેકે સીમા અને સોહેલ લાંબા સમયથી અલગ રહે છે અને સીમા પણ લાંબા સમયથી ખાન પરિવારમાં પણ પાર્ટી કે ફંક્શન હોય તો નથી જોવા મળતી હવે સોહેલ અને સીમાએ છૂટાછેડા શા માટે લેવા જઈ રહ્યાછે એ વાતની કોઈ જાણકારી સામે આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *