સોનુ સુદને ગરીબોના મસિહા કહેવામાં આવે છે તેઓ દેશ વિદેશની તમામ ગતિવિધિઓ પર નજર રાખે છે જરૂરિયાત મંદની મદદ કરવા માટે તેઓ ક્યારેય પાછીપાની નથી કરતા એમણે હવે યુક્રેનમાં ફસાયેલા ભારતીય લોકોની ચિંતા કરી રહ્યા છે હવે તેને લઈને સોનુ સુદે ભારતીય દૂતાવાસથી એક ટવીટ કરીને ખાસ અપીલ કરી છે.
અત્યારે યુક્રેન અને રસિયાના યુદ્ધ પર વિશ્વની નજરો ટકી રહી છે એવામાં યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને લઈને સોનુ સુદે ચિંતા વ્યક્ત કરતા ભારતીય દૂતાવાસને એક ટવીટ કરી છે ટવીટ કરતા સોનુ સુદે લખ્યું 18000 ભારતીય વિધાર્થીઓ અને કેટલાય પરિવાર યુક્રેનમાં ફસાયા છે મને આશા છેકે ભારત સરકાર એમને પાછા.
લાવવાની કોશીશ કરી રહ્યું હશે હું ભારતીય દૂતાવાસને ત્યાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે કોઈ રસ્તો શોધવાની અપીલ કરું છું અને ત્યાં રહેલા તમામ ભારતીઓ સહી સલામત રહે તેવી દિલથી પ્રાર્થના કરું છું જણાવી દઈએ યુક્રેનમાં ભારતના વધુ લોકો ભણવા માટે ગયેલા છે અને અચાનક રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થતા તેઓ ત્યાં ફસાયા છે.