અંકલેશ્વર કડખોલ પાટિયા પાસે આવેલ પ્રમુખ પાર્કમાં રહેતો પવાર પરિવાર ત્રણ મહિનાના માશુમ બાળકને ગંભીર બીમારીથી બચાવવા છેલ્લા ત્રણ ચાર મહિનાથી સંઘર્ષ કરી રહ્યો હતો પરંતુ સ્પાઇન મર્ક્યુલર એટ્રોફી નામની ગંભીર બીમારી માટે રૂપિયા 16 કરોડના ઇન્જેકશનની વ્યવસ્થા ના થતા માસુમ પાર્થ પવારનું સારવાર દર્મિયાન મોત નિપજ્યું હતું.
પાર્થ પવાર નામના બાળકને સ્પાઇન મર્ક્યુલર એટ્રોફી નામની ગંભીર બીમારી હતી રોજીરોટી માટે અંકલેશ્વર વસેલો પવાર પરિવાર પુત્રનો જીવ બચાવવા રૂપિયા 16 કરોડના ઈન્જેકશનનું ખર્ચ કરી શકે તેમ ન હોવાથી લોકો જોડે આર્થિક સહાય માટે અપીલ કરી રહ્યો હતો છેલ્લા કેટલાય સમયથી કેટલાક સંગઠનો સમાજ અને લોકોએ મદદ માટે આવી ગયા હતા.
પવાર પરિવાર અંકલેશ્વરમાં છેલ્લા 40 વર્ષથી વસવાટ કરે છે જયારે પાર્થના પિતા જીગલભાઈ પવાર મહારાષ્ટ્માં એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે પુત્રને બચાવવા માટે પરિવારે પોતાની તમામ સંપત્તિ અને મૂડી લગાવી લગાવી દીધી હતી પરંતુ ઈન્જેકશનના 16 કરોડ એકત્રિત થઈ શક્યા ન હતા.
જયારે એકના એક પુત્રને બીમારીમાંથી ઉગારી લેવા બચાવવા લોકો પાસે આર્થિક સહાય માટે હાથ લંબાવ્યા હતા સમાજ અને સગા વ્હાલાએ આર્થિક મદદ કરવા માટે ઘણી મહેનત કરી હતી પરંતુ રૂપિયા 16 કરોડ ભેગા ન થતા માસુમ પાર્થ પવારે જીવનનો સાથ છોડી દેતા પવાર પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું.