જ્યારે સાચો પ્રેમ થાય છે ત્યારે ન તો જમવાનું ભાવે છે ના તો રાતે ઊંઘ આવે છે પોતાના પ્રેમને મેળવવા માટે લોકો કાંઈ પણ કરે છે સાચા પ્રેમને ના તો ઉંમરના જાત ધર્મ પ્રાંત અને દેશના સીમાડા પણ નડતા નથી એવી જ એક પ્રેમ કહાની સામે આવી છે
નવસારી જિલ્લાના નાના એવા ગામ આસણા ના.
રહેવાશી વશીમ અક્રમ અબરાર પટેલ જેઓ ધોરણ 12 પાસ બાદ જમીન લે વેચના વ્યાપાર સાથે સંકળાયેલા હતા વસીમ ના પિતા ની એક સ્પેરપાર્ટ ની દુકાન છે તેઓ જુના વાહનો લે વેચ વ્યાપાર કરે છે જ્યારે વશીમ ની માતા રશીયાબેન એક ગૃહીણી છે વશીમ અક્રમ સોશિયલ મીડિયા પર ખુબ રુચી ધરાવતો હતો ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર.
તેને એક પોસ્ટ કરી હતી 24 એપ્રિલ 2022 ના રોજ ઝો મેકપીસ નામની એક સુંદર ઈંગ્લેન્ડ ની યુવતીએ તેની પોસ્ટમાં કમેન્ટ કરી અને વશીમે તેને રીકવેસ્ટ મોકલી શરુઆત માં તેઓ એકબીજાને હાવ આર યુ જેવા મેસેજ કરતા બંને વચ્ચે 20 દિવસ સુધી વાતો ચાલે ત્યારબાદ બંને એકબીજાના પરીવાર વિશે.
વાત કરી એકબીજા શું કામ કરે છે તેના વિશે વાતચીત કરી વશીમે આ દરમિયાન જાણ્યું છે ઝો નામની આ યુવતી 40 વર્ષની છે તેના પિતા ડોગલાસ મેકપીસ છે તેનો ભાઈ ફાયર બ્રિગેડ માં છે અને તેઓ ન્યુકાસલ ના છે પરંતુ વ્પાપાર અર્થે માન્ચેસ્ટર માં રહે છે ઝો બ્યુટી પાર્લર માં કામ કરતી હતી બંને વચ્ચે.
ધીમે ધીમે વાતો વધવા લાગી અને બંને વચ્ચે પ્રેમ સંબંધો સ્થાપિત થયા શરૂઆતનો વસીમે તેને પ્રપોઝ કર્યું તેનો જવાબ તેને એક મહિને આપ્યો અને વસીમે તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી ઝો માની ગઈ અને ફ્લાઈટ માં બેસી મુંબઈ પહોંચી વશીમ તેને લેવા પહોંચ્યો વશીમે તેને ધર્મ પરિવર્તન.
કરવા જણાવ્યું હતું અને આવતા પહેલા તેને ખ્રિસ્તી ધર્મ છોડી અને ઇંગ્લેન્ડમાં જ મુસ્લિમ ધર્મ અપનાવ્યો હતો ઝો ઘેર આવતા વશીમે તેની સાથે મસ્જિદ માં નિકાહ કર્યા અને અઠવાડિયા બાદ લગ્નની ભવ્ય પાર્ટી રાખી હતી જેમાં 2200 થી વધારે લોકો પાર્ટીમાં આવ્યા હતા ગામમાં ભવ્ય રીતે.
આયોજન કરવામાં આવ્યું હતું બંને લગ્ન કરીને ખુશીથી જીવન વિતાવી રહ્યા છે વશીમ તેને ભારતના વિવિધ સ્થળોએ ફરવા લ ઈ જાય છે જેની તસવીરો સોશિયલ પર ખુબ વાઈરલ થઈ છે જેને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે બંને ના લગ્નની તસવીરો પણ લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી છે.