Cli
renuka aradhyani kahani

સિક્યોરિટીગાર્ડમાંથી બન્યો કેબ કંપનીનો માલિક જાણો શું છે આ વ્યક્તિના જીવનની કહાની…

Story

પેલી કહેવત છે ને કે મન હોય તો માળવે જવાય ને મહેનત કરનારને સફળતા મળે જ છે . આજે અમે તમને એક એવા વ્યક્તિના જીવન વિશે જણાવીશું જેને જાણીને તમને પણ વિશ્વાસ થઈ જશે કે મહેનત કરનાર વ્યક્તિ ગમે તેટલી વાર નિષ્ફળ ભલે થાય પરતું એક દિવસ એને સફળતા મળીને જ રહે છે આ વ્યક્તિ એટલે રેણુકા આરાધ્ય. બેંગ્લોરની નજીક આવેલા ગોપસાંદ્રા ગામના રહેવાસી ૫૦ વર્ષીય રેણુકા આરધ્યના પિતા રાજ્ય સરકાર દ્વારા ચલાવાતા એક મંદિરમાં પૂજારી તરીકેની ફરજ બજાવતા હતા.

જો કે આ કામ માટે તેમને કોઈ પૈસા આપવામાં આવતા નહોતા પરિવારનું ગુજરાન ચલાવવા રેણુકા આરાધ્ય અને તેમના પિતા ગામના લોકો પાસેથી ભાત અને લોટ જેવી વસ્તુ માંગી લાવતા જેને વહેંચીને જેમતેમ પરિવારનું ગુજરાન ચાલતું હતું કોઈ બીજી આવક ન હોવાને કારણે છ ધોરણ પછી રેણુકા આરાધ્યના પિતાએ તેમને લોકોના ઘરમાં કામ કરવા મોકલી દીધા હતા ત્યાં તેઓ લોકોના ઘરમાં કચરા પોતા કરતા હતા જે બાદ તેમણે એક ઘરડા માણસની સેવા કરવાનું કામ કર્યું.

આટલી મુસીબતો વચ્ચે અચાનક જ તેમના પિતાનું મૃત્યુ થઈ જતાં હવે પરિવારની જવાબદારી પૂરી રીતે રેણુકા ઉપર આવી ગઈ હતી પરિવારની જવાબદારીને કારણે તેઓ દસમા ધોરણમાં નાપાસ થયા જે બાદ મજૂરી કામ કરતા કરતા અમુક ખરાબ સંગત ને કારણે ખરાબ આદતો પણ રેણુકા ને લાગી ગઈ આ બધી તકલીફો વચ્ચે તેમને માત્ર ૨૦ વર્ષની ઉંમરમાં જ લગ્ન કરી લીધા હતા.

જોકે લગ્ન પછી તેમને અનેક નાના મોટા કામ જેવા કે સિક્યોરિટી ગાર્ડ, શ્યામસુંદર ટ્રેડિંગ કંપનીમાં મજૂરી જેવા કામ કર્યા એટલું જ નહિ રેણુકા એ પંદર રૂપિયા માટે નારિયેળી ના ઝાડ પર ચડવાનું કામ પણ કર્યું આ સિવાય પણ રેણુકા આરાધ્યએ અનેક કામમાં સફળતા મેળવવાનો પ્રયત્ન કર્યો તેમને ડ્રાઇવર તરીકે નોકરી પણ કરી પરતું તેમાં પણ નસીબે સાથ ન આપ્યો.

આખરે હારીથાકીને રેણુકા એ પોતાની એક ગાડી ખરીદવાનું નક્કી કર્યું જે બાદ તેમની કિસ્મત પલટાઈ ગઈ આ એક કાર થી એટલી કમાણી થઇ કે જોતજોતામાં તેમને પોતાની એક નાની કેબ કંપનીની શરૂઆત કરી પરતું રેણુકાના જીવનમાં મોટો બદલાવ તો ત્યારે આવ્યો જ્યારે તેમને વર્ષ ૨૦૦૬માં ઇન્ડિયન સિટી ટેક્સી નામની કંપની ખરીદવાનો નિર્ણય કર્યો. તે સમયે ૬૫૦૦૦માં ખરીદેલી કંપની જેનું નામ બદલીને રેણુકા આરધ્યે પ્રવાસી કેબ પ્રાઇવેટ લિમિટેડ રાખ્યું હતું તેની આજે ચેન્નાઈથી લઈને હૈદ્રાબાદ પણ શાખા છે તો આ વાત પરથી તમે સમજી જ ગયા હશો કે જો એ વ્યક્તિ જેની પાસે કોઈ સુવિધા ન હોય તે આટલી સફળતા મેળવી શકે તો આપણે પણ ક્યારેય હાર ન માનવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *