રાજુલાના છતડીયા ગામ ની ઘટના
હાથ માં રહેલ મોબાઈલ અચાનક ફાટતા એક ને ઇજા,
મિત્રો ઘણી વાર તમે ન્યુઝ વાંચા હશે મોબાઈલ ફાટવાની તો આ ન્યુઝ અપડા ગુજરાત ના રાજુલા માં બની છે જેંમાં રાજુલાના છતડીયા ગામ માં કવાડ માવજીભાઈ ભીખાભાઇ નામના વ્યકિત પોતાના રહેણાંક ના મકાન માં રહે છે. જ્યાં માવજીભાઈ પોતાનો મોબાઈલ લઈને બેઠા હતા ત્યારે અચાનક મોબાઈલ ફાટતા તેમના હાથ ની આંગળીઓ માં ઇજા પહોંચી હતી
આ મોબાઈલ ફાટયાના ભડાકા નો એટલો જોરથી આવ્યો હતો કે આજુબાજુ ના લોકો અવાજ સાંભળી ને ચોકી ઉઠ્યા હતાં અને લોકો એકઠા થઇ ગયા હતા આ ઘટના જોઈને લોકો ચોકી ઉઠ્યા હતા. આ ધડાકા થી માવજીભાઈ ને આગળીઓ ને ઇજા થઇ હતી એમને તાક્લિક નજીક ના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મોબાઈલ ફાટતા ચિંતા અને ડર નો માહોલ છવાઈ ગયો હતો મોબાઈલ એટલો જોર થી ફાટ્યો હતો કે મોબાઈલ ના છોતરા નીકળી ગયા હતા અને મોબાઈલ આખો અલગ- અલગ થઈ ગયો હતો અને મોબાઈલ ની તમામ સાધન સામગ્રી બહાર નીકળી ગઈ હતી.
આ મોબાઈલ ક્યાં કારણોસર ફાટ્યો સે તેની તપાસ હજુ સુધી થઈ નથિ જ્યારે ઇજાગ્રસ્ત માવજીભાઈ એ પણ હજુ હોસ્પિટલ રાખવામાં આવ્યા છે. મોબાઈલ રાખતા તમામ લોકો માટે આ ચેતવણીરૂપ કિસ્સો છે જે ક્યારે માણસો નો જીવ પણ લઈ શકે એવું કહી શકાય. તો તમામ ને વિનંતી કે મોબાઈલ વાપરતા વખતે ધ્યાન રાખવું.
- થોડા દિવસ પહેલા અગાવ બાબરા ખાતે મોબાઈલ ની દુકાન માં ફોન ફાટ્યો હતો
થોડા સમય પહેલા અમરેલી જિલ્લા માં આવેલા બાબરા શહેર માં એક મોબાઇલ ની દુકાન માં આગ લાગી હતી એનો એક cctv વિડિઓ વાઈરલ થયો હતો જેમા જેમાં એક યુવક મોબાઈલ રિપીર કરી રહ્યો હતો અને અચાનક મોબાઈલ ધડાકાભેર ફાટ્યો હતો મોબાઈલ ફાટતા અફરા તફરી મચી ગઇ હતી, એ ઘટના બાદ આ બીજી ઘટના બની છે.